અનલોક-3ના પહેલા દિવસે જ રાજકોટમાં કોરોનાથી વધુ ચારના મૃત્યુ

01 August 2020 12:42 PM
kutch Rajkot Saurashtra
  • અનલોક-3ના પહેલા દિવસે જ રાજકોટમાં કોરોનાથી વધુ ચારના મૃત્યુ

ત્રણ પુરૂષ અને એક મહિલાના જીવ ગયા : સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરી સવા ત્રણસોથી વધુ કેસ : ભાવનગરમાં કોર્પોરેશનના ડ્રાઇવરનું મોત

રાજકોટ, તા. 1
સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે અનલોક-3ના પ્રારંભ સાથે કોરોનાનું કાળચક્ર ફરવાનું ચાલુ જ રહ્યું છે. આજે રાજકોટની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં શહેરના જ ચાર વ્યકિતના સારવાર દરમ્યાન મૃત્યુ થયાનું જાહેર થયું છે. જેમાં વર્ધમાનનગર, અલ્કાપુરી, ચંપકનગર અને દૂધસાગર રોડ પર રહેતા એક મહિલા અને ત્રણ પુરૂષ સામેલ છે. તેઓની ઉંમર બાવનથી 67 વર્ષ વચ્ચે છે.

રાજકોટ શહેરમાં ગઇકાલે 58 સહિત જિલ્લામાં 89 નવા કેસ નોંધાયા હતા.તો સૌરાષ્ટ્રમાં જામનગર જિલ્લામાં 55, ભાવનગર 47, સુરેન્દ્રનગર 36, અમરેલી 25, જુનાગઢ 20, ગીર સોમનાથ 16, પોરબંદર 13, બોટાદ 7 અને મોરબી જિલ્લામાં 4 નવા કેસ નોંધાયા હતા. ફરી કેસનો આંકડો એક દિવસમાં 321ને પાર થયો હતો.

ભાવનગર
ભાવનગરમાં કોરોના એ વધુ એક નો ભોગ લીધો છે મહાનગરપાલિકાના ડ્રાઇવર સહદેવ સિંહ ગોહિલ નું કોરોના થી મોત નિપજ્યું છે આ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને 26 થયો છે.જિલ્લા માં છેલ્લા 24 કલાક દરમિયાન 47 નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 1,403 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા 12 પુરૂષ અને 12 સ્ત્રી મળી કુલ 24 કેસો નોંધાયા છે.

જ્યારે મહાનગરપાલિકા વિસ્તારના 24 અને તાલુકાઓના 4 એમ કુલ 28 કોરોના પોઝીટીવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આમ જિલ્લામા નોંધાયેલા 1,403 કેસ પૈકી હાલ 448 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ 923 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા 26 દર્દીઓનુ અવસાન થયેલ છે.

જુનાગઢ
જુનાગઢ જિલ્લામાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે છેલલા 24 કલાકમાં વધુ 21 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં જૂનાગઢ શહેરમાં 14, તાલુકા 3, કેશોદ 3, માણાવદર-બાંટવા 1-1 મળી કુલ 21 પોઝીટીવ કેસ નોંધાયા છે. જિલ્લામાં કુલ પોઝીટીવ આંક 863 પર પહોંચ્યો છે. જિલ્લાનો કુલ મૃત્યુઆંક 36 નોંધાયો છે.

અમરેલી
અમરેલી જિલ્લામાં ગઈકાલે કોવિડ-19 (કોરોના)ના વધુ 26 પોઝિટિવ કેસ પ્રકાશમાં આવેલ છે. જિલ્લામાં કુલ પોઝિટિવ કેસ 452 થયા છે. જેમાંથી 257 ડિસ્ચાર્જ, 179 સારવાર હેઠળ અને 16ના મૃત્યુ થયેલ છે.

ગીર સોમનાથ
ગીર સોમનાથ જીલ્લા્માં ગઇ કાલે કોરોનાના વધુ 16 કેસો આવેલ છે જેમાં જીલ્લાના મુખ્ય મથક વેરાવળમાં 14 કેસો આવેલ છે. ગઇ કાલે 34 દર્દીઓ સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવેલ છે. જીલ્લાષમાં અત્યાર સુઘીમાં કોરોનાના કુલ કેસો 470 નોંધાયેલ જેમાં 133 એકટીવ કેસો છે અને 302 દર્દીઓને ડીસ્ચાાર્જ કરાયા છે અને 10 લોકોના મૃત્યુય થયા છે.

ગીર સોમનાથ જીલ્લાષના મુખ્ય મથક વેરાવળમાં થોડા દિવસોથી કોરોનાનો કહેર વઘી રહેલ છે જેમાં ગઇ કાલે જીલ્લાના ત્રણ તાલુકામાંથી 16 કેસો નોંધાયેલ છે જેમાં વેરાવળમાં 14, કોડીનારમાં 1, ગીરગઢડામાં 1 મળી કુલ 16 પોઝીટીવ દર્દી આવેલ છે. જયારે ગીર-સોમનાથ જીલ્લામાં ગઇ કાલે 34 દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવેલ છે જેમાં વેરાવળ - 12, સુત્રાપાડા - 1, કોડીનાર - 4, ઉના - 7, ગીરગઢડા - 3, તાલાલા - 6 અને અન્ય) શહેરોના - 1 મળી કુલ 34 દર્દીઓ સ્વસ્થ થતા ડીસ્ચા ર્જ કરાયા હતા. આજે જીલ્લામાંથી વધુ 90 સેમ્પલો પરીક્ષણ અર્થે લેવામાં આવેલ છે.

જીલ્લાના મુખ્ય મથક વેરાવળમાં ગઇ કાલે ફરી એકી સાથે 14 દર્દીઓ પોઝીટીવ આવેલ છે જેમાં પૂરૂષ શિક્ષક કોલોની, નવા રબારીવાડા શેરી નં.4, ગીતા નગર, સોમનાથ, હરભોલે સોસાયટી,સોમનાથ ટોકીસ, અલીભાઇ સોસાયટી,ભાલકા ચોકી સામે, કૃષ્ણનગર, પ્રભાસ પાટણ મળી કુલ 14 દર્દીઓ સામેલ છે.

કચ્છ જિલ્લો
એક સમયે ગ્રીનઝોન બનેલા ત્યાર બાદ ગણતરીના દિવસોમાં કોરોના હોટસ્પોટ તરફ ઝડપભેર આગળ વધી રહેલા સરહદી કચ્છમાં ગઇકાલેે કોરોનાના નવા 20 પોઝીટીવ કેસ નોંધાયાં છે. જે પૈકી માત્ર અંજારમાં જ 9 પોઝીટીવ કેસ સામે આવ્યા છે. જો કે, અંજારમાં ખાનગી લેબ અને એન્ટીજન ટેસ્ટમાં પોઝીટીવ આવેલાં 4 કેસની વિગતો જાહેર કરાઈ નથી.જયારે ભુજમાં જી.કે. જનરલ હોસ્પિટલમાં દાખલ બે મહિલાના કોરોના ટેસ્ટના રીપોર્ટ આવે તે પૂર્વે મૃત્યુ નીપજ્યાં હતા.

જે પૈકી ભુજની હતભાગી મહિલા હંસાબેન સોનીનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે તે જ્યારે, અંજારમાં ગંગા નાકે પટેલ હોસ્પિટલ પાછળ રહેતાં 68 વર્ષના હતભાગી નિર્મળાબેન શાહનો રીપોર્ટ બાકી રહ્યો છે. નિર્મળાબેનનું ગઈકાલે અંજારમાં સેમ્પલ લઈ જી.કે. જનરલની લેબમાં મોકલ્યું હતું. દરમિયાન, તેમની તબિયત બગડતાં તેમને જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયાં હતા જ્યાં ગણતરીના સમયમાં તેમનું મોત નીપજ્યું હતું. કચ્છમાં હાલ 174 એક્ટિવ પોઝીટીવ કેસ છે. જ્યારે, 26 દર્દીના મોત નીપજી ચૂક્યાં છે. જે પૈકી બે કોરોનાગ્રસ્ત દર્દીના અન્ય શારીરિક બીમારીથી મોત થયાં હતા.

અંજાર શહેરમાં વધુ એકવાર કોરોના બ્લાસ્ટ થયો હોય તેમ જી.કે.ની લેબોરેટરીમાં પોઝીટીવ આવેલાં પાંચ દર્દીઓ ઉપરાંત ખાનગી લેબ અને એન્ટીજન ટેસ્ટના વધુ 4 દર્દી મળી કુલ 9 લોકોના રીપોર્ટ પોઝીટીવ આવ્યાં છે.

બીજી તરફ, અબડાસાના સાંઘી સિમેન્ટ એકમમાં મજૂરીકામે પરપ્રાંતથી આવેલાં 3 મજૂરોના ખાનગી લેબમાં કરાવાયેલાં રીપોર્ટ પોઝીટીવ આવ્યાં છે.

મૃત્યુ પામેલા દર્દીઓના નામ
મહેમૂદભાઈ ગુલામભાઈ સમા (ઉ.વ.67), દૂધસાગર રોડ, હાઉસીંગ બોર્ડ કવાર્ટર, રાજકોટ ઈન્દુબેન બાબુલાલ સોની (ઉ.વ.65) રહે. અલ્કાપુરી-10 કોર્નર, હનુમાનમઢી, રાજકોટ દીપકભાઈ ભુપતભાઈ માથુકીયા (ઉ.વ.65) રહે. વર્ધમાનનગર, પેલેસરોડ, (ખાનગી-ક્રાઈસ્ટ હોસ્પીટલ) વસંતભાઈ વાજાભાઈ સોલંકી (ઉ.વ.65) રહે. ચંપકનગર-3, રાજકોટ (ખાનગી-સ્ટર્લિંગ હોસ્પીટલ)


Related News

Loading...
Advertisement