કોરોનાની સાઈડ ઈફેકટ: ફલુ, વાઈરલ ફીવર, ડેંગ્યુ ખોવાઈ ગયા

01 August 2020 12:33 PM
Ahmedabad Gujarat
  • કોરોનાની સાઈડ ઈફેકટ: ફલુ, વાઈરલ ફીવર, ડેંગ્યુ ખોવાઈ ગયા

લોકો માસ્ક પહેરતા હોવાથી અને સોશ્યલ ડિસ્ટીન્સિંગ પાળતા હોવાથી સિઝનલ બીમારીઓના કેસોમાં ઘટાડો

અમદાવાદ તા.1
જૂન અને જુલાઈ 2019માં શહેર અને રાજયની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલમાં વાયરલ ફીવર, ડેંગ્યુ, ચીકનગુનીયા, મેલેરીયા અને ટાઈફોડના 573 ઓપીડી કેસ નોંધાયા હતા. માનો અથવા ન માનો, ગત બે મહિનામાં આ હોસ્પીટલમાં વાઈરસ અને બેકટેરિયલ ઈન્ફેકશનથી થતી આ બીમારીઓના 100થી પણ ઓછા કેસ આવ્યા છે.

મેડીલીટી ખાતેના ઓએલડી ડો. એમ.એમ.પ્રભાકરનના જણાવ્યા મુજબ કોવિડ 19 મહામારીના સંદર્ભમાં આંકડા જોવા જોઈએ. નાગરિકો માસ્ક પહેરી રહ્યા છે, શારીરિક દૂરી જાળવતા થયા છે અને અવારનવાર હાથ ધોવા અને પોતાના ઘર સ્વચ્છ રાખવા વધુ આગ્રહી બન્યા છે. આ બધા કારણે સામાન્ય રીતે આ ગાળામાં થતા ઈન્ફેકશનમાં સરવાળે ઘટાડો નોંધાયો છે.

ફેડરેશન ઓફ ફેમીલી ફીઝીશ્યન ઓફ ઈન્ડીયાના સંયુક્ત મંત્રી ડો. પ્રજ્ઞેશ વછરાજાણી આ વાત માટે સંમત થતા રહે છે કે કોવિડ 19ની આ હકારાત્મક અસર હોય શકે.
શહેરના ડોક્ટરો બીઝનેસ ફલુ અને વાઈરલ ફીવરના કેસોમાં 50% ઘટાડો જોઈ રહ્યા છે. માસ્ક અને સેનીટાઈઝર્સ ઉપરાંત નાગરિકો ઈમ્યુનીટી બુસ્ટર લઈ રહ્યા છે.

જનરલ ફીઝીશ્યન ડો. પ્રણવ શાહના મતાનુસાર આ વર્ષે કોવિડ સિવાયના રેસ્પીરેટરી અને અન્ય વાઈરલ ઈન્ફેકશનના કેસો મામુલી છે. હું દરરોજ 100 ઓપીડી દર્દીઓ જોતો હોઉં છું, એમાંથી મુઠ્ઠીભર કોવિડ સિવાયની વાઈરલ બીમારીથી પીડાતા હોય છે. સામાન્ય રીતે વર્ષના આ સમયમાં ડેુગ્યુ આતંક મચાવતો હોય છે, પણ આ વર્ષે એ જોવા મળ્યો નથી.

પલ્મોરોલોજીસ્ટ ડો. તુષાર પટેલના જણાવ્યા મુજબ અસ્થામા-દમ અને શ્વાસની સામાન્ય તકલીફવાળી બીમારી અડધી થઈ ગઈ હતી. લોકો ઘરેથી કામ કરી રહ્યા છે, વધુ સારો ખોરાક લઈ રહ્યા છે અને પ્રદૂષણ સામેનું એકસ્પોઝર ઓછું હોવું મોટું પરિબળ છે.

પલ્મોનોસોજીસ્ટ અને ક્રિટીકલ કેર વિશેષજ્ઞ ડો. મનોજ સિંહના મત મુજબ ચોમાસાના મહિનાઓમાં વાઈરલ અને બેકટેરિયલ ફીવરના કેસો વધુ હોય છે. પરંતુ કોવિડ 19ના કારણે લોકોની લાઈફસ્ટાઈલ બદલાઈ ગઈ છે, અને એની હકારાત્મક અસર થઈ છે.


Related News

Loading...
Advertisement