ઉપલેટાના મોટી પાનેલીમાં બે જૂથ વચ્ચે મારામારી

01 August 2020 12:33 PM
Dhoraji
  • ઉપલેટાના મોટી પાનેલીમાં બે જૂથ વચ્ચે મારામારી

સામસામી પોલીસમાં ફરિયાદ દાખલ

(કૃષ્ણકાંત ચોટાઈ દ્વારા)
ઉપલેટા,તા. 1
ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામે મોહનનગરમાં રહેતા મુસ્લીમ (સંધી)ના બે જૂથે સામાન્ય પ્રશ્ર્ને બોલાચાલી થતા બંને જૂથ વચ્ચે કુહાડી, લાકડી, પાઈપ, છરી, સહિતનાં હથીયારથી મારામારી થતા બંને પક્ષે ભાયાવદર પોલીસમાં સામસામી ફરિયાદ દાખલ થયેલ છે.

જેમાં મોટી પાનેલી ગામે રહેતા સંધી અશરફભાઈ વલીમામદ સફીયાએ ગામના રિયાઝનબેન અબ્દુલ જુણેજા, અબ્દુલ ઓસમાણ જુણેજા, સદામ કારા જુણેજા,ઇકબાલ કારા જુણેજા તથા રોશનબેન અબ્દુલ જુણેજા સામે અશરફભાઈ ફરિયાદ દાખલ કરેલ છે.

જ્યારે સામે પક્ષે રોશનબેન અબ્દુલભાઈ જુણેજાની ફરિયાદ દાખલ કરેલ છે. જેમાં અશરફ વલીમામદ સફીયા, શરીફ ઓસમાણ સફીયા, વલીમામદ સફીયા, રજાક સફીયા સામે ફરિયાદ કરેલ છે. બંને પક્ષની ફરિયાદ લઇને વધુ તપાસ ભાયાવદરના પીએસાઈ એમ.વી. ગોજીયાએ હાથ ધરેલ છે.


Loading...
Advertisement