ભચાઉ પાસે માલગાડીમાં લાગેલી આગમાં દાઝેલા કર્મચારીનું મૃત્યુ

01 August 2020 12:22 PM
kutch
  • ભચાઉ પાસે માલગાડીમાં લાગેલી આગમાં દાઝેલા કર્મચારીનું મૃત્યુ

શોર્ટ સર્કિટથી ઘટના બની હતી...

ભુજ, તા. 1
પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના ચીરઈ પાસે ગત રાત્રિના સમયે એસી ક્ધટેઈનર ટ્રેનમાં શોર્ટસર્કિટના કારણે ભીષણ આગનો બનાવ બનવા પામ્યો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. જાણવા મળતી વિગતો મુજબ ઉત્તરપ્રદેશના દાદરીથી મુન્દ્રા તરફ એસી ક્ધટેઈનર ટ્રેન આવી રહી હતી. જેમાં રાત્રે 8 વાગ્યાના અરસામાં ચીરઈ રેલવે સ્ટેશનથી થોડેક દૂર ડબ્બામાં આગ લાગી હતી.

એસ્કોર્ટિંગ સ્ટાફ રિફર ક્ધટેઈનરમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગતા ઉત્તર પ્રદેશના રહેવાસી પ્રશાંતકુમાર શર્મા અને નિધિશકુમાર શર્મા દાઝી જતા તેઓને પ્રથમ રેલવે હોસ્પિટલ બાદમાં ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.

આ બનાવ અંગે રેલવેના એઆરએમ આદિશ પઠાણિયાનો સંપર્ક સાંધતા તેઓએ જણાવ્યું હતું કે, ગત રાત્રે ચિરઈ પાસે માલગાડીમાં આગનો બનાવ બન્યો હતો. પાવર બેંકમાં શોર્ટસર્કિટ થવાથી આ ઘટના બની હતી. જેમાં દાઝી ગયેલા બે યુવાનો પૈકી સવારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધિશ નામના યુવાનનું મોત થયું હોવાનું જણાવ્યું હતું.


Loading...
Advertisement