બાબરા પંથકમાં વધુ એક આધેડની આત્મહત્યા

01 August 2020 12:10 PM
Amreli
  • બાબરા પંથકમાં વધુ એક આધેડની આત્મહત્યા

શ્રાવણ માસમાં જુગારની મૌસમ ખીલી : ઠેર ઠેર પોલીસના દરોડા

(મિલાપ રૂપારેલ)
અમરેલી, તા. 1
અમરેલી જિલ્લામાં નોટબંધી, જીએસટી અને હવે કોરોનાનાં લોકડાઉનને લઈને આર્થિકક્ષેત્ર પડી ભાંગતા નબળા મનનાં માનવી આર્થિક સંકડામણથી આત્મહત્યા કરી લેતા જોવા મળી રહૃાા છે.
ગઈકાલે બાબરાનાં પાનસડા ગામનાં આધેડે દેવું વધી જતાં આત્મહત્યા કરી લીધા બાદ આજે બાબરાનાં ધરાઈ ગામનાં આધેડે પણ આત્મહત્યા કરી લીધી છે.

બાબરા તાલુકાનાં ધરાઈ ગામે રહેતા લખુભાઈ વીરજીભાઈ કાપડીયા નામનાં પપ વર્ષીય આધેડને કોરોનાની મહામારીનાં કારણે કોઈ ધંધો ન હોય જેથી કંટાળી જઈ પોતાની મેળે પોતાના રહેણાંક મકાનનાં ફળીયામાં પોતાની મેળે શરીર ઉપર કેરોસીન છાંટી અને દીવાસળી ચાંપી દેતા આધેડનું ગંભીર રીતે દાજી જવાથી ઘટના સ્થળે જ મોત નિપજયાનું બાબરા પોલીસમાં જાહેર થવા પામેલ છે.

જુગાર રમતા ઝડપાયા
વડીયા તાલુકાનાં બરવાળા બાવીશી ગામે રહેતા ચેતનભાઈ ભુરાભાઈ સહિત 8 ઈસમો આજે વહેલી સવારે બરવાળા બાવીશી ગામે આવેલ હાઈસ્કૂલ પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઈટનાં અજવાળે પૈસાની હારજીતનો જુગાર રમતા હોય આ અંગે કુંકાવાવ ઓપીનાં જમાદારને બાતમી મળતા દરોડો પાડી 6 ઈસમોને રોકડ રકમ રૂા. 12860,મોબાઈલ ફોન નંગ-5 કિંમત રૂા. 26500 મળી કુલ રૂા. 39360 સાથે ઝડપી લીધા હતા જયારે બે આરોપી નાશી છુટયા હતા.

બાબરા તાલુકાનાં ચમારડી ગામે રહેતાં ભરતભાઈ ઉર્ફે જાંબુ શામજીભાઈ સોલંકી સહિત પ ઈસમો ચમારડી ગામે શેરીમાં જાહેરમાં શ્રાવણીયો જુગાર રમતાં હોય આ અંગે બાબરા પોલીસે દોડી જઈ પાંચેય ઈસમોને રોકડ રકમ રૂા. 2950ની મતા સાથે રંગેહાથ ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
રાજુલા ગામે બીડી કામદારમાં રહેતા નુરમહમદ દીનુભાઈ દલ સહિત 3 ઈસમો શુક્રવારે બપોરે 1-30 કલાકે હિંડોરણા ગામે આવેલ સરોવર હોટલ પાછળ જાહેરમાં પૈસાની હારજીતનો તીનપતીનો જુગાર રમતા હોય. આ અંગે રાજુલા પોલીસને બાતમી મળતાં ત્રણેય ઈસમોને રોકડ રકમ રૂા. 10860ની મતા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દામનગર ગામે રહેતા અને હીરાનું કામ કરતા મહેશભાઈ છગનભાઈ રાઠોડ સહિત 6 જેટલા ઈસમો દામનગર ગામે પટેલ શેરીમાં જાહેરમાં પૈસાની હારજીતનો તીનપતીનો જુગાર રમતા હોય, દામનગર પોલીસે તમામ 6 ઈસમોને રોકડ રકમ રૂા. પપર0ની મતા સાથે ઝડપી લીધા હતા.


Loading...
Advertisement