ભાવનગર જિલ્લામાં 44 ધન્વંતરી રથ કાર્યરત

01 August 2020 12:09 PM
Bhavnagar
  • ભાવનગર જિલ્લામાં 44 ધન્વંતરી રથ કાર્યરત

1761 વિસ્તારોને આવરી લઇ 57,253 લોકોને સારવાર અપાઇ

(વિપુલ હિરાણી)
ભાવનગર તા.1
કોરોના વૈશ્વિક મહામારીને નિયંત્રિત કરવા માટે રાજ્ય સરકારના સહયોગથી આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, ભાવનગર દ્વારા ‘ધન્વંતરી આરોગ્ય રથ’ દ્વારા ગ્રામ્યજનોના અને નગરપાલીકા વિસ્તારના લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે કાળજી લેવામાં આવી રહી છે. ઘરઆંગણે વિનામૂલ્યે આરોગ્ય નિદાન અને સારવાર સેવા આપતા 44 ‘ધન્વંતરી આરોગ્ય રથ’ દ્વારા આજ સુધી શહેરના વિવિધ 1761 વિસ્તારોમાં કુલ 57,253 વ્યકિતઓને આરોગ્યલક્ષી સારવાર આપવામા આવી છે

જેમાં 57,253 વ્યકિતઓની ઓ.પી.ડી,તાવના 3630 અને અન્ય બિમારીના 38785 કેસો મળી આવ્યાં છે.શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યકિતઓની જઙઘ2ની ચકાસણી કરવામાં આવી રહી છે અને જરૂરીયાત જણાયે દર્દીઓને સત્વરે રીફર કરવામા આવે છે.12,648 વ્યક્તિઓને હોમિયોપેથી દવાઓ, આયુર્વેદિક દવા - સંશમની વટી તેમજ 6014 વ્યક્તિઓને આયુર્વેદિક ગુણકારી ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું છે. પ્રવર્તમાન સ્થિતિમાં શહેરીજનોનું આરોગ્ય જળવાઈ તે માટે શહેરના મોટા ભાગના વિસ્તારોને આવરીને ‘ધન્વંતરી આરોગ્ય રથ’ સેવા કાર્યરત છે.

કોરોના વાયરસના લક્ષણો ધરાવતા વ્યકિતને સરળતાથી શોધી તેમને સમયસર સારવાર આપવાની સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે, સાથે સાથે માઇક- એનાઉન્સમેન્ટ સીસ્ટમ દ્વારા લોકોને કોરોના વાયરસથી બચવાના ઉપાયો પણ જણાવવામા આવી રહ્યા છે અને હોમ આઇસોલેશન વાળા દર્દી ઓના વિસ્તારની મુલાકાત લેવામા આવી રહી છે.


Loading...
Advertisement