ધારી-બગસરા પેટા ચૂંટણીના પડઘમ શરૂ : બેઠકો શરૂ

01 August 2020 12:06 PM
Amreli
  • ધારી-બગસરા પેટા ચૂંટણીના પડઘમ શરૂ : બેઠકો શરૂ

ભાજપના ઉમેદવાર જે.વી.કાકડીયાની ગામોગામ બેઠક

(મિલાપ રૂપારેલ)
અમરેલી, તા. 1
ધારી-બગસરા વિધાનસભા વિસ્તારની પેટા ચૂંટણી આગામી સપ્ટેમ્બરમાં યોજાવાની શકયતાઓને લઈને ગણતરીની કલાકોમાં જાહેરનામું પ્રસિદ્ધ થવાની સંભાવનાં વચ્ચે આ બેઠકનાં ભાજપનાં ઉમેદવાર જે.વી. કાકડીયા ઘ્વારા ગામડે ગામડે બેઠકોનો ધમધમાટ શરૂ કરવામાં આવેલ છે.

અમરેલી લોકસભાની ગત વર્ષે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ધારી-બગસરાનાં મતદારોએ ભાજપને 40 હજાર કરતાં પણ વધારે મતોથી મતપેટી છલકાવી દીધી હોય આ વિસ્તારમાં ભાજપનો દબદબો જોવા મળી રહૃાો છે.

દરમિયાનમાં આગામી અઠવાડીયે ભાજપ સરકાર ઘ્વારા અયોઘ્યામાં રામ મંદિર નિર્માણ શરૂ થઈ રહૃાું છે, રાફેલ આવી ચુકયા છે તો નવી શિક્ષણ નીતિ પણ જાહેર થઈ ચુકી હોય, કિસાનોને દર વર્ષે રૂપિયા 63 હજારની સહાય પણ ભાજપ સરકાર આપી રહી હોય આ વિસ્તારમાં ભાજપનાં આગેવાનોને જબ્બરો આવકાર મળી રહૃાો છે.

ધારી-બગસરા ભાજપનાં ઉમેદવાર જે.વી. કાકડીયા સાથે સાંસદ કાછડીયા, પૂર્વ ધારાસભ્ય બાલુભાઈ તંતી, મનસુખ ભુવા, ભાજપ મહામંત્રી કૌશિક વેકરીયા સહિતનાં આગેવાનો પણ મતદારો સમક્ષ ભાજપ સરકારની સિઘ્ધિઓનું વર્ણન કરી રહૃાાં છે.

દરમિયાનમાં માવજીંજવા ગામે યોજાયેલ બેઠકમાં તાલુકા ભાજપ પ્રમુખ રમેશ સતાસીયા, કાળુભાઈ ફિંડોળીયા, ધીરૂભાઈ માવાણી, હસમુખભાઈ બાબરીયા, અશ્વિન ગઢીયા, અશ્વિન કોરાટ સહિતનાં સ્થાનિક આગેવાનો અને ગામજનો ઉપસ્થિત રહૃાા હતા.


Loading...
Advertisement