પાલીતાણામાં નકલી ઘીનો બેરોકટોક ચાલતો વેપાર

01 August 2020 12:04 PM
Bhavnagar
  • પાલીતાણામાં નકલી ઘીનો બેરોકટોક ચાલતો વેપાર

(મેહુલ સોની)
પાલીતાણા,તા. 1
પાલીતાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં નકલી ઘી બનાવતા અને વેચનારાઓ ડાલ્ડા ઘી, પામોલીન, ઓઇલ સહિતનાં વિવિધ કેમીકલ્સ અને એસેન્સનો ઉપયોગ કરીને વસ્તુ અને સાવ હલકી ગુણવત્તાવાળુ જન આરોગ્ય માટે હાનીકર્તા ઘી બજારમાં ખુલ્લેઆમ કોઇ જાતના ડર વગર શુધ્ધ ઘીના નામે વેચાઈ રહ્યું છે.

જથ્થાબંધ મીઠાઈઓ બનાવવા માટે પણ આ નકલી ઘીનો ઉપયોગ થતો હોવાની વાતો ચર્ચાઈ રહી છે. 250થી 300 રુપિયે કિલોના ભાવે વેચાતા આ ઘીમાં એસેન્સ નાખ્યું હોવાથી શુધ્ધ ઘીની જેમ જ સુગંધ આપતાં આ પ્રકારનાં સસ્તા ઘીનો ઉપાડ સરળતાથી થઇ જતો હોય છે.

જ્યારે અમુક વેપારીઓ શુધ્ધ ઘીના પૈસા લઇને ગ્રાહકોને નકલી ઘી પણ પધરાવી દેતા હોય છે. પાલીતાણા પંથકમાં નકલી ઘીનો કાળો કારોબાર ભારે ફુલ્યો ફાલ્યો છે. પાલીતાણામાં નકલી ઘી બિન્દાસ્ત વેચાઈ રહ્યું છે.


Loading...
Advertisement