ગોંડલની સબજેલ કોરોના હોટસ્પોટ બની: વધુ 10 કેદી પોઝીટીવ આવતા હડકંપ

01 August 2020 12:02 PM
Gondal
  • ગોંડલની સબજેલ કોરોના હોટસ્પોટ બની: વધુ 10 કેદી પોઝીટીવ આવતા હડકંપ

પોઝીટીવ કેદીઓનો આંકડો વધીને ર3 થયો

(જીતેન્દ્ર આચાર્ય)
ગોડલ, તા. 1
ગોંડલ શહેર તાલુકામાં દિવસેને દિવસે કરોના પોઝિટિવ કેસ વધી રહ્યા છે ત્યારે સમયાંતરે અત્રેના વોરાકોટડા રોડ પર આવેલ સબજેલ માં પણ પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા હોય રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા સબ જેલની મુલાકાત વેળાએ તમામ કેદીઓનું રેપિડ ટેસ્ટ કરવાનું જણાવતા જેલર ડી કે પરમાર અને જેલ અને આરોગ્ય તંત્ર દ્વારા આજે 43 કેદીના કોરોના રિપોર્ટ કરવામાં આવતા 10 કેદીઓ કોરોના પોઝિટિવ આવતા જેલ તંત્ર હચમચી ગયું હતું.

અગાઉ તેર કેદીઓ પોઝીટીવ બની ચુક્યા છે.જેલર ડી કે પરમારે જણાવ્યું હતું કે હાલ ગોંડલ સબજેલમાં 103 કેદી સજા ભોગવી રહ્યા છે ત્યારે બેરેક નંબર ત્રણ અને ચારમા કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યા હોય બેરેક નંબર 3 , 4 અને વીસી માં રહેતા આશરે 43 કેદીઓ ના કોરોના ટેસ્ટ કરતા 10 કેદીના રિપોર્ટ પોઝિટિવ આવતા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સદ્નશીબે જેલ તંત્રના કોઈ કર્મચારી કે અધિકારી ઓ હજી સુધી સંક્રમિત થવા પામ્યા નથી અત્યાર સુધીમાં સબજેલમાં 23 કેદીઓ કોરોના પોઝિટિવ થવા પામ્યા છે.કોરોના પોઝીટીવ માટે સબજેલ "હોટસ્પોટ " બની હોય કેદીઓ સહિત જેલતંત્ર ભયભીત બનવાં પામ્યું છે.


Loading...
Advertisement