ભાવનગર જિલ્લાના તળાજામાં કોરોના પોઝિટિવ બે કેસ, એક પાંચ પીપળામાં

01 August 2020 11:54 AM
Bhavnagar
  • ભાવનગર જિલ્લાના તળાજામાં કોરોના પોઝિટિવ બે કેસ, એક પાંચ પીપળામાં

પાલિકા અને મામલતદાર ટીમ દ્વારા વેપારીઓને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા તાકીદ : દુકાનને સિલ મારવાની ચીમકી

ભાવનગર તા.1
ભાવનગર જિલ્લાના તળાજા બ્લોક હેલ્થ વિભાગ દ્વારા કોરોના ના લેવામાં આવતા સેમ્પલિંગ મા બે દિવસના બ્રેક બાદ આજે શહેર માં એકીસાથે બે કેસનોંધાયા છે.એક ગ્રામ્ય વિસ્તાર પાંચ પીપળા મા નોંધાયો છે.આજે પ્રશાશન દ્વારા વેપારીઓને દુકાને જઇ સોસીયલ ડિસ્ટન્સ જાળવવા તાકીદ કરવામાં આવી હતી.

બ્લોક હેલ્થ તથા પાલિકા ના સતાવાર સાધનો પાસેથી મળતી વિગત મુજબ તળાજા શહેર માં આજે કોરોના પોઝિટિવ બે દર્દી આવેલા છે. જેમાં એક હસનપીર ની દરગાહ અને બીજો ગુલુભાઈ ની વાડી વિસ્તાર નો છે.ડો.નિલેશ ગોધાણી એ જણાવ્યું હતુંકે બન્ને ને ભાવનગર સર.ટી માં સારવાર માટે રાખવામાં આવેલ છે. ત્યાંજ રિપોર્ટ માં પોઝિટિવ આવેલ છે.એ માટે પરિવાર જનોને કોરોન્ટાઈન,કન્ટેઇનમેન્ટ અને બફર ઝોન ની આરોગ્ય ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

આજે મામલતદાર અને પાલિકા કચેરી ની સંયુક્ત ટીમ દ્વારા નગરના વેપારીઓ ને રૂબરૂ અને રીક્ષા ફેરવી કોરોના સંક્રમણ અટકાવવા દુકાનની અંદર સોસીયલ ડિસ્ટન્સ જાળવવું અને સરકારે જાહેર કરેલ નિયમોને અનુસરવું. જોતેમ કરવામાં કસૂરવાર ઠર્યા તો દુકાન સિલ મારવા સુધીની કાર્યવાહી ની જોગવાઈ હોવાની આજે તપાસ નો પ્રથમ દિવસ હોય માહિતી આપી હતી.

એક જ રસ્તો ખુલો રાખ્યો પણ ચેકીંગ કોઈ જાતનું થતું નથી !
ખાસ કરીને તળાજા શહેર માં કોરોના સંક્રમણ ન વધે તે માટે નગરમાં આવવા જવા માટે રોકડીયા હનુમાનજી વાળો એકજ રસ્તો કાયદેસર રીતે ખુલો છે. જોકે જ્યાં રસ્તા બંધ કરવામાં આવ્યા છે ત્યાંથી બાઇકો તો પસાર થાય જ છે. જે રસ્તો ખુલ્લો છે ત્યાં આરોગ્ય કર્મી,હોમગાર્ડ, પોલીસ, પાલિકાના કર્મચારી ને લોકોને ચેક કરીને પછીજ નગર પ્રવેશ ની સૂચના છે.પણ અહીં કોઈજ સૂચના નું પાલન થતું જોવા મળતું નથી. રાહદારીઓ બિન્દાસ્ત રોકટોક કે સ્ક્રીનગ કર્યો વગરજ આવી જઇ શકે છે.


Loading...
Advertisement