ભાવનગરમાં એક ક્રેડીટ કો.ઓ. સોસાયટીમાં ખાતા ધારકોના નાણા ફસાઇ જતાં આક્રોશ

01 August 2020 11:52 AM
Bhavnagar
  • ભાવનગરમાં એક ક્રેડીટ કો.ઓ. સોસાયટીમાં ખાતા ધારકોના નાણા ફસાઇ જતાં આક્રોશ

ભાવનગર તા. 1
ભાવનગરના વાઘાવાડી રોડ પર આવેલ એક ક્રેડીટ કો. ઓપરેટીવ સોસાયટીમાં ખાતા ધારકોના નાણા ફસાઇ જતા ખાતા ધારોકમાં રોષ જોવા મળ્યો છે.

ભાવનગરના વાઘાવાડી રોડ પર આવેલ યુનાઇટેડ મલ્ટીસ્ટેટ ક્રેડીટ કો. ઓપરેટીવ સોસાયટીમાં અનેક ખાતા ધારકોએ પોતાની મુડી જમા કરાવી હોય છેલ્લા ત્રણ મહિનાથી ક્રેડીટ સોસાયટી ખાતા ધારકોને તેમના નાણા પરત આપતી નથી. નાણા ઉપાડવા આવેલા ખાતા ધારકોને ધરમ ધકકો થતો હોય ખાતા ધારકોમાં રોમ જોવા મળ્યો હતો.સ ક્રેડીટ સોસાયટીના મેનેજર પણ છેલ્લા ત્રણ માસથી પોતાના વતન રાજસ્થાન ચાલ્યા ગયા છે.

આ અંગે ક્રેડીટ સોસાયટીના ખાતેદારોએ માહિતી આપી હતી.ક્રેડીટ સોસાયટીના રીકરીંગ ખાતામાં અનેક ખાતેદારોએ રકમ જમા કરાવી હોય કોરોના અને લોકડાઉનની સ્થિતિમાં ખાતેદારોના નાણા ફસાઇ જતા ખાતેદારો મુશ્કેલીમાં મુકાયા છે.


Loading...
Advertisement