ગુજરાત તથા પશ્ચિમ બંગાળ આવતા 30 વર્ષમાં ‘પુર’ના હોટસ્પોટ બનશે: તબાહી સર્જાશે

01 August 2020 11:39 AM
Gujarat India
  • ગુજરાત તથા પશ્ચિમ બંગાળ આવતા 30 વર્ષમાં ‘પુર’ના હોટસ્પોટ બનશે: તબાહી સર્જાશે

કલાયમેટ ચેન્જની સૌથી વધુ અસર થશે: સંશોધનમાં દાવો

બિહાર-આસામમાં લાખોને પ્રભાવિત કરનારી પૂર પરિસ્થિતિ બાદ વધુ એક ચિંતાજનક સમાચાર છે. ઓસ્ટ્રેલિયાના સંશોધકોએ એવો દાવો કર્યો છે કે, આવતા 30 વર્ષોમાં ભયાનક પુર ગુજરાત તથા પશ્ચિમ બંગાળમાં તબાહી સર્જશે. વધતા તાપમાન-આબોહવા પરિવર્તનની સૌથી વધુ અસર ધરાવતા દુનિયાના ક્ષેત્રોમાં આ બન્ને રાજયો સામેલ થશે જયાં ભયાનક પૂરપ્રકોપ સર્જાશે.

સાયન્ટીફીક
રિપોર્ટ જર્નલમાં પ્રકાશિત રીપોર્ટમાં 2050 સુધીની પરિસ્થિતિનો અંદાજ દર્શાવવામાં આવ્યો છે. તેમાં અનેક હોટસ્પોટ ક્ષેત્રોનો નિર્દેશ કરવામાં આવ્યો છે એવો દાવો કરાયો છે કે, ગુજરાત-પશ્ચિમ બંગાળ પણ હોટસ્પોટ ક્ષેત્રોમાં આવે છે જયાં પૂરપ્રકોપ મોટી તબાહી મચાવશે અને તેમાં 17 કરોડથી વધુ લોકોને ભોજન-આરોગ્ય, રોજગારી તથા મકાનો માટે પણ તકલીફ વેઠવી પડશે.


Related News

Loading...
Advertisement