ભુગર્ભ ગટરનું પાણી રસ્તા પર ફરી વળતા ગંદકીના ગંજ

01 August 2020 11:38 AM
Porbandar
  • ભુગર્ભ ગટરનું પાણી રસ્તા પર ફરી વળતા ગંદકીના ગંજ

રાણાવાવના ગોપાલપરા વિસ્તારમાં

(સુનીલ ચૌહાણ)
રાણાવાવ, તા. 1
રાણાવાવ શહેરના ગોપાલપરા વિસ્તારમાં ગૌ શાળા પાસે ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી રસ્તાઓ પર ફરી વળતાં ગંદકીનું સામ્રાજય છવાઇ ગયું છે.

આ વિસ્તારના રહીશોને ભારે હાલાકી વેઠવી પડે તેવા સંજોગો સામે વહીવટી તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી ન થતા ગંભીર રોગચાળો વકરવાની ભીતી સામે નગરજનો લાલઘૂમ બન્યા છે. ભૂગર્ભ ગટર યોજના હેઠળ કામગીરી પાણી પુરવઠા બોર્ડ દ્વારા થયેલ હોય ગટર સાફ કરવા ની લોક રજૂઆત સામે કામગીરી અમે પુરી કરીને નગરપાલિકાને સોંપી દીધી છે

ત્યારે નગરપાલિકા તંત્ર અમોને સોંપણી કરી નથી એવા મળતાં જવાબો સામે લોકો ની સમસ્યાનો ઉકેલ મળી શકે તેમ ન હોય લોક નારાજગી વ્યક્ત કરવા ગાંધી અને ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી લાગણી વ્યક્ત કરી હતી.


Loading...
Advertisement