ધોરાજીના તોરણીયા ગામે જૂગાર દરોડો : 10 બાજીગરો ઝડપાયા

01 August 2020 11:33 AM
Dhoraji
  • ધોરાજીના તોરણીયા ગામે જૂગાર દરોડો : 10 બાજીગરો ઝડપાયા

14160ની રોકડ કબ્જે કરતી પોલીસ

(સાગર સોલંકી-ભોલાભાઈ સોલંકી)
ધોરાજી,તા. 1
ધોરાજીના તોરણીયા ગામે પોલીસે દરોડો પાડી જુગાર રમતાં 10 બાજીગરોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી વિગતો એવા પ્રકારની છે કે ધોરાજીનાં પીઆઈ એચ.એ.જાડેજાને મળેલ પૂર્વ બાતમીનાં આધારે ધોરાજી તાલુકાના તોરણીયા ગામે ખાડીયા વિસ્તારમાં પીએસઆઈ નયનાબેન કદાવલા હિતેશભાઈ ગરેજા અને સીધરાજસિંહ સહિતના પોલીસ સ્ટાફે મોડીરાત્રે રેડ કરતાં જાહેરમાં જુગાર રમતાં 10 જણાને પકડી પાડેલ હતાં

જેમાં પિન્ટુ કિશોર મકવાણા,દિપક પોલા મકવાણા, હરેશ બઘાજી,અશોક મોહન, ભુપત અરજણ, સવિતાબેન બાવનજી, રસીલા નરશી, સરોજબેન ભુપતભાઈ, શારદા અશોક, નિલેશ કાળુનો સમાવેશ થાય છે. જુગાર પટ્ટમાંથી 14160 રોકડા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આ બનાવ અંગે બીટ જમાદાર હિતેશભાઈ ગરેજા તપાસ ચલાવી રહ્યાં છે.


Loading...
Advertisement