સૌના સાથી, સરળ વ્યક્તિત્વના પ્રતિક વિજયભાઈ રૂપાણીનો આવતીકાલે જન્મદિન

01 August 2020 11:32 AM
Ahmedabad Gujarat Politics Rajkot
  • સૌના સાથી, સરળ વ્યક્તિત્વના પ્રતિક વિજયભાઈ રૂપાણીનો આવતીકાલે જન્મદિન

હેપ્પી બર્થ ડે મુખ્યમંત્રીશ્રી.... : ગુજરાતના સુકાની વિજયભાઈના જન્મદિને સાંજ સમાચાર પરિવાર લાખ લાખ શુભેચ્છા આપે છે : સંઘના સ્વયંમસેવકથી આજ દિન સુધી શાસકનીસફરના એક એક પડાવ-વિજયભાઈએ પુરુષાર્થ-પ્રતિબદ્ધતા અને પ્રમાણીકતાથી શોભાવ્યો છે :ભાજપનો કાર્યકર્તા કેવો હોવો જોઈએ તે પાઠ રાજકોટમાંથી શિખ્યા- સુકાની કેવા હોવા જોઈએ એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ પાસેથી માર્ગદર્શન મેળવીને આજે સૌના સાથી બની રહ્યા છે : સેવા-સમાજના છેવાડાના કચરો વિણતા પરિવારના બાળકોની આંગળી પકડીને ઉંચે ઉઠાવવા, સેંકડો-હજારો પરિવારમાં નવો ઉજાસ પાથરવાના કાર્યમાં ધર્મપત્ની અંજલીબેનનો સાથ: એક મીશનનું મોડેલ આપ્યુ છે : જન્મદિવસે પણ વધુ એક પડકારનો સામનો: એક સમયે પુરગ્રસ્તો વચ્ચે સતત રહીને પોતાના જન્મદિવસ, રાજયનાએ પીડીતો માટે વધુ ચિંતા કરી અને આજે કોરોનાના સંક્રમણમાં છેલ્લા પાંચ માસથી તેઓ જે રીતે સતત સક્રીય રહ્યા છે તે દર્શાવે છે કે એક સંવેદનશીલ શાસક કેવો હોવો જોઈએ

રાજકોટ
ગુજરાતમાં શાસનના ચાર વર્ષ પુરા કરીને પાંચમા વર્ષમાં વધુ સારા ગુજરાતની પ્રતિબદ્ધતા સાથે આગળ વધી રહેલા મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણીનો આવતીકાલે જન્મદિન છે અને સાંજ સમાચારના લાખો વાંચક પરિવાર શ્રી વિજયભાઈને ખૂબ ખૂબ શુભેચ્છા તથા સ્વસ્થ અને શ્રેષ્ઠ જીવનની શુભકામના પાઠવે છે તથા તેમની ગુજરાત અને રાષ્ટ્રની સેવામાં વધુ પ્રતિબદ્ધ રહે તેવી પણ શુભકામના પાઠવીએ છીએ.

વિજયભાઈ રૂપાણી એક એવું વ્યક્તિત્વ છે જે સૌને પોતાનું લાગે છે, પછી તેઓએ આરએસએસ સ્વયંસેવક તરીકે, વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા તરીકે, ભાજપના એક શિસ્તબદ્ધ સૈનિક, રાજકોટના કોર્પોરેટરથી મેયર સુધીની સફર તથા બાદમાં રાજયના રાજકારણમાં એક અગ્રણી, ભાજપના મહામંત્રી અને રાજકોટના ધારાસભ્ય- રાજયના મંત્રી અને હવે મુખ્યમંત્રી આ તમામ સફરમાં તેઓએ તેમના સિદ્ધાંતો, કાર્ય અને નેતૃત્વ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવીને સાથે સાથે ‘પથ કા અંતિમ લક્ષ્ય નહી હૈ સિહાસન ચડતે જાના’ મતલબ કે ફકત સતા માટે નહી પણ સતાના માધ્યમથી સેવા માટેનો મંત્ર અપનાવ્યો તે આજે તેમની એક અલગ છબી બનાવી ગયો છે. કદાચ એમ કહીએ તો કોઈને અતિશિયોક્તિ લાગે તો પણ ભાજપના એક કાર્યકર્તા કેવો હોવો જોઈએ તે દ્રષ્ટાંત આપવામાં ગુજરાતના ત્રણ નામ આવે.

જેમાં હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમીત શાહ અને ત્યારબાદ વિજયભાઈ રૂપાણીનું નામ આવે છે જે આજે ભાજપના કાર્યકર્તા માટે એક મોડેલ બની રહે. દરેક નેતૃત્વ પાસેથી શિખવાનું, ખાસ કરીને તેમને રાજકોટમાંથી કેશુભાઈ પટેલ, સ્વ. અરવિંદ મણીયાર, સ્વ. ચીમનભાઈ શુકલ, વજુભાઈ વાળા જેવા ગુજરાત જનસંઘ અને બાદમાં ભાજપના નેતૃત્વ હેઠળ કામ કર્યુ અને એક કાર્યકર્તા તરીકે ધડાયા. શાસનની બારીકીઓ પણ જાણી અને પછી રાજયકક્ષાએ નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ જે કામ કર્યુ તે આજે તેમને એક ભાથુ બની રહ્યું છે.

જોગાનુજોગ કહો કે પડકાર પરંતુ વિજયભાઈ રૂપાણીના જન્મદિવસે તેઓને કોઈને કોઈ કુદરતી પડકારનો સામનો કરવાનો આવ્યો છે. એક સમયે તેઓએ પોતાનો જન્મદિવસ પુરગ્રસ્ત વચ્ચે વિતાવ્યો હતો અને અનેક પ્રકારની અસુવિધાઓ વચ્ચે પણ તેઓએ પુરગ્રસ્તો વચ્ચે રહીને તેમને સધીયારો જ ન આવ્યો પરંતુ સતત રીતે સાથે રહીને પુરની મુશ્કેલીઓમાં શાસનને કામે લગાડી અને સરળતા સર્જી હતી. હાલ કોરોના કાળમાં તેઓ વધુ એક જન્મદિવસ ઉજવી રહ્યા છે

અને આજે છેલ્લા પાંચ માસથી તેઓ સતત રોજેરોજ કોરોનાના સંક્રમીતોથી લઈ કોરોના યોદ્ધાઓ સાથે સીધો સંવાદ અને મુલાકાતોથી શાસનને સતત દોડતુ રાખી અને જે રીતે ગુજરાતને કોરોનાથી શકય તેટલુ મુક્ત રાખવા માટે જે પ્રયાસો કર્યા છે તે આજે તેમના જન્મદિવસે પણ યથાવત છે અને કેક કાપવાના બદલે પ્રજાની પીડા ઓછી કરવામાં તેમની જે પ્રતિબદ્ધતા છે તે સૌને સ્પર્શી લીધી છે. ભાજપનું સંગઠન કેવું હોવું જોઈએ તે દ્રષ્ટાંત રાજકોટથી પુરુ પાડયું.

શાસન કેવું હોવું જોઈએ તે નરેન્દ્રભાઈ મોદીના મોડેલને અપનાવીને છતા પણ ખુદના વિચારો સાથે અમલી બનાવ્યું. શાસક તરીકે તેમના મુલ્યાંકન માટે હજુ તા.7 ઓગષ્ટની રાહ જોઈએ પણ વ્યક્તિ તરીકે તેઓએ જે રીતે પોતાની એક નિર્વિવાદ સરળ, સ્વચ્છ અને સ્વીકાર્ય છાપ બનાવી છે તેનો રાજકીય વિરોધી પણ એક શબ્દ કહી શકે તેમ નથી.

કાર્યની સાથે સેવા-સમાજના છેવાડાના વર્ગ- કચરો વિણતા પરિવારના સંતાનોની આંગળી પકડીને તેને ઉપર ઉઠાવવાનું જે કાર્ય તેમના ટ્રસ્ટના માધ્યમથી પ્રારંભ કર્યુ તે આજે સેંકડો પરિવારના જીવનમાં નવો પ્રકાશ લાવી ગયા છે અને તેમાં વિજયભાઈના ધર્મપત્ની અંજલીબેન રૂપાણીનો સવિશેષ ફાળો એ આ પગલે એક દ્રષ્ટાંત પુરુ પાડયુ છે.

વિજયભાઈ રૂપાણી સ્મિત જ સૌને સ્પર્શી જાય છે અને કદી તેમાં શાસકની ઝલક જોવા મળતી નથી. આમ સૌના સાથી તરીકેની તેઓએ જે પોતાની છબી બનાવી છે તેથી સમગ્ર ગુજરાત કહેશે હેપી બર્થ ડે ટુ યુ વિજયભાઈ...


Related News

Loading...
Advertisement