ગુજરાતમાં લોકોનો મોબાઈલ ફોનનો મોહ ઘટી રહ્યો ?

01 August 2020 11:19 AM
Ahmedabad Gujarat Technology
  • ગુજરાતમાં લોકોનો મોબાઈલ ફોનનો મોહ ઘટી રહ્યો ?

હાલમાં જ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડીયા (ટ્રાઈ) દ્વારા દેશનાં 22 ટેલિફોન સર્કલમાં કરવામાં આવેલા સર્વેમાં જણાયું કે ગુજરાતમાં મોબાઈલ ધારકોની સંખ્યા અથવા તો કનેકશન ઘટવા લાગ્યા છે. તા. 24 જુલાઈના રોજ બહાર પાડવામાં આવેલા આ સર્વેમાં જણાવાયું કે ગુજરાતમાં મોબાઈલ ગ્રાહકોની સંખ્યા 1.29 ટકા ઘટી છે જે દેશમાં સૌથી વધુ છે.

ગુજરાતમાં માર્ચ મહિનામાં 6.79 કરોડ મોબાઈલ કનેકશન હતા જે એપ્રિલ માસમાં ઘટીને 6.59 કરોડ થઇ ગયા. આમ માર્ચની તા. 25થી લોકડાઉન ચાલુ થયું હતું અને તે સમયે રાજ્યમાં જેઓ રિચાર્જ કરાવી શક્યા નહીં અથવા તો ડબલ કનેકશન હતા તે છોડ્યા હતા.

અને 11 લાખ મોબાઈલ કનેકશન ઘટ્યા હતા જેમાં સૌથી વધુ ફટકો ભારતી એરટેલને 6.81 લાખ ગ્રાહકો ગુમાવવા પડ્યા જ્યારે વોડાફોનમાં 4.96 અને બીએસએનએલમાં 7 હજાર ગ્રાહક ઘટ્યા હતા જો કે રિલાયન્સ જીઓ નફામાં રહ્યું છે.


Related News

Loading...
Advertisement