એ દિવસો યાદ આવતા શહિદ કારસેવકોના પરિવારજનોના રૂવાડા ખડા થઇ જાય છે

01 August 2020 11:15 AM
Dharmik India
  • એ દિવસો યાદ આવતા શહિદ કારસેવકોના પરિવારજનોના રૂવાડા ખડા થઇ જાય છે

1990માં એ કારસેવકો પોલીસની ગોળીનો ભોગ બનેલા

અયોઘ્યા તા.1
અયોઘ્યામાં રામમંદિરના નિર્માણ માટે 5મી ઓગષ્ટે ભૂમિ પૂજન વડાપ્રધાન મોદીના હસ્તે થનાર છે. ત્યારે આ રામમંદિરના નિર્માણ માટે કાર સેવામાં ગયેલા ત્રણ કાર સેવકોની વર્ષ 1990માં પોલીસની ગોળી વાગવાથી મોત નિપજયા હતા.

આ કાર સેવકોના પરિવારો જણાવે છે કે આજે પણ અમે એ દિવસ યાદ કરીએ છીએ તો અમારા રૂવાડા ઉભા થઇ જાય છે.

કારસેવક રમેશકુમાર પાંડેની પત્ની ગાયત્રીદેવી જણાવે છે કે તે સમયે તેના પતિની ઉમર 35 વર્ષની હતી. 1990 2 નવેમ્બરે તે રોજની જેમ રામલલાના દર્શન કરવા ગયા હતા ત્યારે પોલીસે તેને રોકયા હતા પણ ઘરથી થોડા પગલા દૂર હતા ત્યારે એક પોલીસે પાછળથી તેમને ગોળી મારી હતી. આવી જ દુ:ખભરી દાસ્તાન અન્ય કાર સેવકના પરિવારોની છે.


Related News

Loading...
Advertisement