સમોસા વેચવા માટે ગુગલની નોકરી છોડી : આજે ફિલ્મસ્ટાર પણ તેના ગ્રાહક

31 July 2020 05:57 PM
Entertainment India
  • સમોસા વેચવા માટે ગુગલની નોકરી છોડી : આજે ફિલ્મસ્ટાર પણ તેના ગ્રાહક

સાહસિકને લક્ષ્મી વરે છે તેવું એક ગુજરાતી વાક્ય છે અને કદાચ મુનાફ કાપડીયાને તે બરોબર લાગુ પડે છે. દાઉદી વ્હોરા સમાજના મુનાફના માતા લાજવાબ સમોસા બનાવતા હતા અને તે મુનાફને દાઢે રહી ગયા હતા પરંતુ મુનાફ ભણીગણીને ગુગલમાં એક્ઝીક્યુટીવ તરીકે જોડાયો હતો પણ તે સમોસાને ભૂલ્યો નહીં. અલગ અલગ ટેસ્ટના સમોસા બનાવવામાં માહીર બનેલા મુનાફે ધ બહોરી કિચન (ટીબીકે) નામની બ્રાન્ડ શરુ કરી અને કેટલાક મિત્રોને સમોસા ખાવા આમંત્રણ આપ્યું એટલું જ નહીં તેમને અલગ અલગ ટેસ્ટના સમોસા બનાવવામાં માહીરતા મેળવી લીધી. અને ધીમે ધીમે તેના સમોસાની ખ્યાતિ વધી ગઇ. પાંચ વર્ષ સુધી તેણે ગુગલમાં એકાઉન્ટ વિભાગમાં નોકરી કરી હતી. આજે તે 100 ડીશથી વધુનું મેનુ ધરાવતો કિચનનો માલિક બની ગયો છે અને બોલીવૂડના અનેક જાણીતા ચહેરા તેના કિચનમાં ઓર્ડર આપે છે.


Related News

Loading...
Advertisement