ગોંડલ-ધોરાજી અને જેતપુરનાં કોવિડ સેન્ટરોને હોમ આઇસોલેશનની મંજુરી

31 July 2020 05:35 PM
Gondal Rajkot
  • ગોંડલ-ધોરાજી અને જેતપુરનાં કોવિડ સેન્ટરોને હોમ આઇસોલેશનની મંજુરી

ત્રણે કોવિડ હોસ્પિટલ આજથી કાર્યરત થઇ ગઇ

રાજકોટ તા. 31: રાજકોટ જિલ્લામાં પણ સતત ફેલાઇ રહેલા કોરોના સંક્રમણ અંતર્ગત બે દિવસ પહેલા જ રાજકોટ આવેલ મુખ્યમંત્રીએ બેડ વધારવાની અધિકારીઓને સુચના આપી હતી. આ સુચનાનો જિલ્લામાં ફટાફટ અમલ પણ થઇ રહયો છે. અને આજથી તાકીદનાં ધોરણે ગોંડલ-ધોરાજી અને જેતપુર ખાતે કોવિડ સેન્ટરો શરૂ કરી દેવામાં આવેલ છે.

જેતપુર ખાતે 48 બેડ, ધોરાજી ખાતે ર0 બેડ, અને જેતપુર ખાતે 48 બેડનાં કોવિડ કેર સેન્ટરો આજથી કાર્યરત કરી દેવાયાનું રાજકોટ જિલ્લા અધિક કલેકટર પરિમલ પંડયા એ જણાવેલ હતુ.સ તેઓએ એવું પણ જણાવેલ હતું કે આ ત્રણેય કોવિડ સેન્ટરોને હોમ આઇશોલેસનની મંજુરી પણ તંત્રએ આપી છે.
આ સેન્ટરોમાં કોરોનાના હળવા લક્ષણો વાળા આવતા દર્દીઓને હોમ આઇશોલેશની સુવિધાઓ મળશે. દર્દી ઘેર રહી આ સેન્ટરોનાં તબિબોની સેવા લઇ શકશે.


Related News

Loading...
Advertisement