શેરબજારમાં 141 પોઈન્ટનું ગાબડુ: સ્ટેટ બેંક ઝળકયો: રીલાયન્સ તૂટયો

31 July 2020 04:25 PM
Business India
  • શેરબજારમાં 141 પોઈન્ટનું ગાબડુ: સ્ટેટ બેંક ઝળકયો: રીલાયન્સ તૂટયો

રાજકોટ તા.31
મુંબઈ શેરબજારમાં આજે મંદીનો ઝોક રહ્યો હતો. અંદાજીત 400 પોઈન્ટની વધઘટ વચ્ચે સેન્સેકસમા 141 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. શેરબજારમાં આજે માનસ સાવચેતીનું હતું.

ઓગષ્ટ ફયુચરનો પ્રથમ દિવસ હતો છતાં નવી ખરીદીમાં રસ ઓછો હતો. ઓપન ઈન્ટરેસ્ટમાં ઘટાડો હોવાના સંકેતની પણ અસર હતી. અમેરિકી અર્થતંત્રને કોરોનાથી પ્રચંડ ફટકો પડયાના રીપોર્ટથી પણ સાવચેતી હતી. જો કે, નાણાં સંસ્થાઓની સતત લેવાલીથી પસંદગીના શેરો ઉછળતા રહ્યા હતા.

શેરબજારમાં આજે પ્રારંભીક કામકાજમાં ફાઈનાન્સ કંપનીઓના શેરો પછડાયા હતા. પછી રિકવરી થયા હતા. રીલાયન્સનું અપેક્ષિત પરિણામ આવવા છતાં વેચવાલીના દબાણે તૂટયો હતો. આઈશર માટર્સ, એચડીએફસી બેંક, કોટક બેંક, ટીસ્કો, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ઓટો જેવા શેરોમાં ઘટાડો હતો. સીપ્લા, ગ્રાસીમ, સ્ટેટ બેંક, નેસલે, સનફાર્મા, બજાજ ફાઈનાન્સ, એચસીએલ ટેક, હીન્દ લીવર જેવા શેરો ઉંચકાયા હતા.

મુંબઈ શેરબજારમાં સેન્સીટીવ ઈન્ડેકસ 141 પોઈન્ટના ઘટાડાથી 37594 હતો જે ઉંચામાં 37897 તથા નીચામાં 37431 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 36 પોઈન્ટ વધીને 11066 હતો તે ઉંચામાં 11150 તથા નીચામાં 11026 હતો.


Related News

Loading...
Advertisement