રિયા સુશાંતને બ્લેકમેલ કરતી હતી: એકટરની બહેનનો ચોંકાવનારો આક્ષેપ

31 July 2020 03:17 PM
Entertainment India
  • રિયા સુશાંતને બ્લેકમેલ કરતી હતી: એકટરની બહેનનો ચોંકાવનારો આક્ષેપ

સુશાંત આપઘાત પ્રકરણમાં રોજેરોજ ફૂટતા નવા ફણગા: સુશાંતના આપઘાત પહેલા રાત્રે તેના ઘેર યોજાયેલી પાર્ટીમાં રાજકીય અગ્રણીના પુત્રની રહસ્યમય હાજરી

મુંબઈ તા.31
બોલીવુડ એકટર સુશાંતસિંહ રાજપૂત આપઘાત કેસમાં હવે રોજેરોજ નવા ફણગા ફૂટી રહ્યા છે. સુશાંતના પિતા કે.કે.સિંહે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સામે પટણામાં એફઆરઆઈ નોંધાવ્યા બાદ વધુ એક સનસનીખેજ ખુલાસો થયો છે જે મુજબ સુશાંતની મૃત્યુ પહેલા રાત્રે તેના ઘરે પાર્ટી થઈ હતી. જેમાં એક મોટું માથું પણ હાજર હતું. આ મોટુ માથુ એટલે કોઈ મોટા રાજકારણીનો પુત્ર હોઈ શકે છે. બની શકે કે સુશાંતના ઘરના સીસીટીવી ત્યારથી કામ નહોતા કરી રહ્યા.

સુશાંતસિંહના મોતને લઈને તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ જણાવ્યું હતું કે, સુશાંત ડિપ્રેસનનો શિકાર હતો પરંતુ આ બારામાં સુશાંતની પુર્વ ગર્લફ્રેન્ડ અંકીતા લોખંડે ખુલલીને જણાવ્યું હતું કે સુશાંત કયારેય ડિપ્રેશનનો શિકાર થઈ નહોતો શકતો.

જયારે સુશાંતની બહેન મિતુસિંહે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સામે સનસનીખેજ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે રિયા હંમેશા સુશાંતને બ્લેકમેલ કરતી હતી.


Related News

Loading...
Advertisement