સોમવારથી ગોંડલમાં શરૂ થશે કોવિડ-19 હોસ્પિટલ : ફેરીયાઓના કોરોના ટેસ્ટ કરાશે

31 July 2020 12:08 PM
Gondal
  • સોમવારથી ગોંડલમાં શરૂ થશે કોવિડ-19 હોસ્પિટલ : ફેરીયાઓના કોરોના ટેસ્ટ કરાશે

કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, પ્રભારી સચિવ સહિતના અધિકારીઓએ મુલાકાત લીધી

ગોંડલ તા.31
ગોંડલમાં કોરોના વિકરાળ બની રહ્યો છે અત્યાર સુધીમાં કુલ 154 કોરોના પોઝીટીવ કેસ બહાર આવ્યાં છે અને સાત વ્યક્તિઓ નાં મૃત્યુ થયાં છે. ત્યારે કલેકટર, પ્રભારી સચીવ, જીલ્લા વિકાસ અધિકારી સહીત ની ટીમ ગોંડલ દોડી આવી હતી. કોરોનાને કાબુમાં લેવાં એકશનપ્લાન તૈયાર કરી આગામી સોમવાર થી શરું થનાર કોવીડ સેન્ટર ની મુલાકાત લઇ નિષ્ણાંત તબીબો સાથે ચર્ચા કરી હતી.

અનલોકની સ્થિતિમાં ગોંડલ પંથક માં કોરોના એ કહેર મચાવ્યો હોય તંત્ર ઉંધે માથે થવાં પામ્યું છે.આજે કલેકટર રૈમ્યા મોહન,કોરોના\ એડી.પ્રભારીડો.ગુપ્તા, ડીડીઓ.રાણાવસીયા ગોંડલ દોડી જઇ પ્રાંત અધિકારી રાજેશ આલ,ચીફ ઓફિસર પટેલ,નગરપાલિકા પ્રમુખ અશોકભાઈપીપળીયા,રાજેન્દ્રસિંહ જાડેજા,જીતુભાઈ આચાર્ય સહીત સાથે બેઠક કરી કોરોના સામે રક્ષણ મેળવવાં શહેર નાં દૂધ,ગેસના બાટલા,શાકભાજી સપ્લાયર સહીતનાં ફેરીયાઓ નો કોરોના ટેસ્ટ કરવાં અને નેગેટીવ આવેલાં રિપોટઁ અંગે પાસ આપવાં,માસ્ક અને શોશ્યલ ડિસ્ટન્સ અંગે કડક કાર્યવાહી કરવાં નક્કી કરાયું હતું.

જીલ્લા કક્ષાએ ગોંડલ માં પ્રથમ કાયઁરત થઇ રહેલ કોવિડ-19 હોસ્પિટલ નું કલેકટર સહીત નાં અધિકારીઓ એ નિરક્ષણ કરી તબીબી ટીમ સાથે ચર્ચા કરી વિગતો જાણી હતી.ખટારાસ્ટેન્ડ પાસે આવેલ સાયન્સ સેન્ટર ભવન માં અંદાજે 48 બેડ ની હોસ્પિટલ સોમવાર થી શરું થનાર હોવાનું પ્રાંત અધિકારી રાજેશ આલ દ્વારા જણાવાયું છે.


Loading...
Advertisement