રાજુલા-જાફરાબાદ નેશનલ હાઇવે ભયજનક હાલતમાં : માર્ગમાં મસમોટા ગાબડા પડયા

31 July 2020 11:54 AM
Amreli
  • રાજુલા-જાફરાબાદ નેશનલ હાઇવે ભયજનક હાલતમાં : માર્ગમાં મસમોટા ગાબડા પડયા

રર કિ.મી. માર્ગમાં વાહન સાથે પસાર થવું જોખમી બન્યું

અમરેલી, તા. 31
અમરેલી જિલ્લામાં જે વિસ્તારમાં સૌથી વધુ ઔદ્યોગિક વિકાસ થઈ રહૃાો છે તેવા દરિયાકાંઠે આવેલ રાજુલા-જાફરાબાદ વચ્ચેનો માર્ગ વાહનચાલકો માટે અગ્નિપરીક્ષા સાબિત થઈ રહૃાો છે. છેલ્લા ઘણા મહિનાઓથી માર્ગ ભયજનક હોય માર્ગ-મકાન વિભાગ કે નેશનલ હાઈ-વે ઓથોરીટીને કાંઈ પડી નથી.

અમરેલી જિલ્લામાં આમ તો મોટાભાગનાં માર્ગો બિસ્માર હાલતમાં જોવા મળે છે. મહામુસીબતે માર્ગ બને તો ભ્રષ્ટાચારનાં કારણે થોડા જ મહિનામાં માર્ગ પૂન: બિસ્માર બની જાય છે. માર્ગ-મકાન વિભાગનાં મોટાભાગનાં અધિકારીઓને ભ્રષ્ટાચાર સાથે બહુ જ લાગણી જોવા મળી રહી છે. દરમિયાનમાં રાજુલા- જાફરાબાદ વચ્ચેનો અંદાજિત રર કિ.મી.નો માર્ગ એટલો ભયજનક છે કે વાહનચાલક તોબા પોકારી જાય છે.

માર્ગની સમસ્યા મહિલાઓથી હોય ધારાસભ્ય કે સાંસદ પણ માર્ગ પરથીપસાર થતી વેળા લાજ કાઢી લેતા હોય તેવું લાગી રહૃાું છે. તો ઉચ્ચ અધિકારીઓ પણ બને ત્યાં સુધી આ માર્ગ પરથી પસાર થવાનું ટાળી રહૃાાનું ચર્ચાઈ રહૃાું છે. એક સ્પીડ બ્રેકર બને તો જશ લેવા માટે પડાપડી કરતા રાજકીય આગેવાનોએ કોઈ સમસ્યા અંગે અપજશ લેતા પણ શીખવું જોઈએ તેવું જનતા જનાર્દન ચર્ચા કરી રહી છે.

જાગ્યા ત્યાંથી સાવર ગણીને ધારાસભ્ય અને સાંસદે બિસ્માર માર્ગ ઉપર જ વાહનચાલકો સાથે લોક દરબાર યોજીને માર્ગનું નવિનીકરણ યુઘ્ધનાં ધોરણે કરાવવું જોઈએ તેવી માંગ ઉભી થઈ રહી છે.


Loading...
Advertisement