મહિલાને અશ્ર્લીલ ફોટા મોકલી અને ફોટાની માંગણી કરનાર શાપરનો શખ્સ ઝડપાયો

31 July 2020 11:31 AM
Vadodara Rajkot
  • મહિલાને અશ્ર્લીલ ફોટા મોકલી અને ફોટાની માંગણી કરનાર શાપરનો શખ્સ ઝડપાયો

વડોદરાનાં યુવાનની પત્નીને આરોપી ફોટા મોકલતો’તો : મકરપૂરા પોલીસને જાણ કરાઇ

રાજકોટ તા. 31
વડોદરાના મકરપુરા વિસ્તારમાં રહેતા એક યુવાનની પત્નીને શખ્સ અશ્ર્લિલ ફોટા મોકલી અશ્ર્લિલ ફોટાની માંગણી કરતો હોય જેથી યુવાને મકરપુરા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી.

આ મામલે વડોદરા પોલીસ તરફથી જાણ થતા મોબાઇલ નંબરને આધારે આરોપી શાપરનાં ક્રિષ્ના ગૃહ ઉધોગમાં કામ કરતો હોવાની જાણ થઇ હતી.જેથી રાજકોટ રૂરલ એસઓજીનાં પીઆઇ એ.આર. ગોહીલ, પીએસઆઇ એચ.ડી. હિંગરેજા અને ઉપેન્દ્રસિંહ જાડેજા સહિતનાં સ્ટાફે આરોપી નિઝામ કાસીમ મન્સુરી (ઉ.વ. 32) (રહે. સર્વોદય સોસાયટી વેરાવળ-શાપર, મુળ યુપી) ની ધરપકડ કરી વડોદરા પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી.


Related News

Loading...
Advertisement