કંગનાએ હવે દિપીકાને લીધી આડે હાથ કહ્યું, ‘તને રિમાન્ડ પર લેવી જોઈએ’

31 July 2020 10:54 AM
Entertainment India
  • કંગનાએ હવે દિપીકાને લીધી આડે હાથ કહ્યું, ‘તને રિમાન્ડ પર લેવી જોઈએ’

સુશાંતસિંઘ રાજપૂતનાં આપઘાત મામલે કંગનાનો વધુ એક પ્રહાર

મુંબઈ તા.31
બોલીવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના આપઘાત પછી તેમના આ પગલા બદલ અનેક કારણો સામે આવી રહ્યા છે. અમુક પોતાની ડિપ્રેશન સાથેની લડાઈ શેર કરી રહ્યા છે તો અમુક સગાવાદનો અનુભવ, જેમાં કંગના રનૌત અને તેની ટીમે ફરી એક વખત નિશાનો સાધ્યો છે અને આ વખતે તેમણે અભિનેત્રી દિપીકા પદુકોણને ચપેટમાં લીધી છે.

અભિનેત્રી દીપિકા પદુકોણએ ડિપ્રેશન અને માનસિક સ્વાસ્થ્યને લઈને અનેક વખત પોતાની વાત રજુ કરી છે. હવે કંગના અને તેની ટીમે દિપીકા પર નિશાનો સાધ્યો છે. તેણે જણાવ્યું છે કે, તેને (દિપીકાને) ડિપ્રેશનને એક વ્યવસાય બનાવવા બદલ રિમાન્ડ પર લેવી જોઈએ.

અત્રે ઉલ્લેખનીય છે કે દિપિકા પદુકોણ અગાઉ ડિપ્રેશનનો શિકાર બની હતી અને તેમણે લાંબા સમય સુધી આ અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. અભિનેતા સુશાંતસિંહ રાજપૂતનાં આપઘાત બદલ પણ ડિપ્રેશનનું કારણ આગળ ધરવામાં આવ્યું હતું. કંગના અને તેની ટીમે દિપીકાની સાથે મુંબઈ પોલીસને પણ આડે હાથ લીધી છે. તેણે ટવીટ કર્યુ છે કે, ‘મુંબઈ પોલીસ ખુલ્લી પડી ચુકી છે.

સુશાંતનાં પિતા પરિવારે જણાવ્યું કે, તેમને તેમના પર વિશ્વાસ નથી. ડિપ્રેશનનો વ્યવસાય ચલાવતા લોકોને રિમાન્ડ પર લેવા જોઈએ.’ જો કે સુશાંતસિંહના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેણે આપઘાત કર્યો હોવાનું સ્પષ્ટ થયું હતું તેમ છતાં સુશાંતનાં ચાહકો અને બોલીવુડનાં અમુક કલાકારો સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે. બોલીવુડના સગાવાદને પ્રોત્સાહન આપતા અને સુશાંત જેવા ટેલેન્ટેડ કલાકારોને તક ન આપતા બોલીવુડનાં અમુક કલાકારો, ડાયરેકટરો વિરુદ્ધ પર ચાહકોએ રોષ ઠાલવ્યો હતો.

મુંબઈ પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે અને સુશાંતનાં પરિવારનું નિવેદન પણ નોંધી રહી છે. અત્યાર સુધીમાં આ કેસમાં 37 લોકોના નિવેદન નોંધાઈ ચૂકયા છે. હવે સુશાંતનાં પિતાએ રિયા વિરુદ્ધ બિહારમાં ફરિયાદ નોંધાવતા, બિહાર પોલીસે તપાસ હાથ ધરી છે. તેઓ અત્યાર સુધી મુંબઈ પોલીસે એકત્રીત કરેલા પુરાવાઓ પર નજર કરી રહ્યા છે અને મુંબ,માં સુશાંતનાં ઘરની પણ મુલાકાત લે તેવી શકયતા છે.


Related News

Loading...
Advertisement