કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરાયા

31 July 2020 10:21 AM
India Politics
  • કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરાયા

તબીબોના જણાવ્યા મુજબ તેઓની હાલત હાલ સ્થિર, રૂટિન ચેકઅપ માટે એડમિટ થયા છે

દિલ્હી
કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષા સોનિયા ગાંધીને આજે સાંજે સાત વાગ્યે સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે વાયુ વેગે વાત ફેલાતા કોંગીજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

જોકે, ગંગા રામ હોસ્પિટલના મેનેજમેન્ટ બોર્ડના પ્રમુખ ડો.ડી.એસ.રાણાએ જણાવ્યું હતું કે તેમને અહીં નિયમિત પરીક્ષણો અને તપાસ માટે લાવવામાં આવ્યા છે અને તેમની હાલત સ્થિર છે.


Related News

Loading...
Advertisement