અયોધ્યામાં રામ જન્મ ભૂમિમાં 3 ઓગસ્ટથી જ શરૂ થશે અનુષ્ઠાન

30 July 2020 12:50 PM
Dharmik India
  • અયોધ્યામાં રામ જન્મ ભૂમિમાં 3 ઓગસ્ટથી જ શરૂ થશે અનુષ્ઠાન
  • અયોધ્યામાં રામ જન્મ ભૂમિમાં 3 ઓગસ્ટથી જ શરૂ થશે અનુષ્ઠાન
  • અયોધ્યામાં રામ જન્મ ભૂમિમાં 3 ઓગસ્ટથી જ શરૂ થશે અનુષ્ઠાન

પાંચમી ઓગસ્ટે વડાપ્રધાન મોદીના હસ્તે ભૂમિપુજન પહેલા 3 ઓગસ્ટથી શ્રીરામચરિત માનસનો સંકલ્પિત અખંડ પારાયણ શરૂ થશે: ચાર ઓગસ્ટે પૂજન થશે: મંદિર-મંદિર પૂજન, હરિ સંકિર્તન થશે: ભૂમિપૂજનના મુખ્ય કાર્યક્રમનું દુરદર્શન પરથી જીવંત પ્રસારણ થશે

અયોધ્યા તા.30
રામ જન્મભૂમિમાં વિરાજમાન રામલલ્લાનાં મંદિરનાં નિર્માણનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયુ છે. 5મી ઓગસ્ટે વડાપ્રધાન મોદીના હસ્તે ભૂમીપૂજન પહેલા ત્રણ ઓગસ્ટથી જન્મભૂમિ સ્થળે વૈદિક આચાર્યાનાં નિર્દેશનમાં પંચાગ પૂજનનો શુભારંભ કરવામાં આવશે. ચાર ઓગસ્ટે પુન:રામાર્ચાનું પૂજન કરવામાં આવશે. જયાં પાંચ ઓગસ્ટે વડાપ્રધાન મોદી મૂખ્ય પૂજન કરશે.

આ ક્રમમાં મંદિર-મંદિર અનુષ્ઠાન શરૂ થશે. આ અનુષ્ઠાન અંતર્ગત દરેક મંદિરોમાં શ્રીરામ ચરિત માનસનાં સંકલ્પિત રામાયણ પાઠની પૂર્ણાહુતિ ચાર ઓગસ્ટથી શરૂ થશે.

ત્યારબાદ પાંચ ઓગસ્ટે ભૂમી પુજનનાં નિર્ધારીત મુહુર્ત પર બપોરે સાડા અગીયારથી 12 વાગ્યાની મધ્યમ હરિ સંકિર્તનનુ આયોજન થશે.અયોધ્યાના પ્રત્યેક ઘર અને મંદિરોમાં આ આયોજન નિશ્ચીત કરવા વિ.હી.પ.નાં કેન્દ્રીય પદાધિકારી અને સંતોની સંયુકત ટીમ સંપર્ક કરી રહી છે.

ભૂમી પૂજનનાં આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેવા માગે છે. પરંતુ કોરોના સંક્રમણનાં કારણે આ સંભવ નથી એટલે દુરદર્શન પર મુખ્ય કાર્યક્રમનું લાઈવ પ્રસારણ થશે. લોકો દુરદર્શન પર આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ જોઈ શકે.

રામ મંદિરનાં ભૂમીપૂજન માટે 5મી ઓગસ્ટે વડાપ્રધાન મોદી અયોધ્યા આવનાર છે. તેને પગલે અયોધ્યામાં અભૂતપૂર્વ સુરક્ષાની વ્યવસ્થા કરાઈ છે. પરિસ્થિતિ એ છે કે પૂરી અયોધ્યા અત્યારથી જ સુરક્ષાના ઘેરામાં આવી ગઈ છે.

અયોધ્યાને સાત ઝોનમાં વેંચીને ફોર્સ તૈનાત કરાઈ છે અને દરેક પ્રવેશ માર્ગો પર બેરીકેડીંગ કરીને તૈયારી કરવામાં આવી રહી છે. દરેક પ્રકારની આશંકાઓ નિવારવા અયોધ્યા સિવાય આસપાસનાં 9 જીલ્લામાં પણ વ્યાપક સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.સુરક્ષાને લઈને એડીજી પીએસી વિનોદકુમારે અયોધ્યાની મુલાકાત લઈ સુરક્ષા સંબંધ વિગતો મેળવી હતી.મોદીએ 29 વર્ષ પહેલા અયોધ્યામાં કહેલું-જે દિવસે રામમંદિર નિર્માણ શરૂ થશે,હું પાછો આવીશ

મૈં વાપસ આઉંગા....જાણતા-અજાણતા મોદીએ વાયદો પૂરો કર્યો! : વીએચપીનાં અયોધ્યાનાં તસ્વીરકાર ત્રિપાઠીએ 1991માં મોદીની મુરલી મનોહર જોશી સાથેની તસ્વીર વાયરલ થઈ

વડાપ્રધાન મોદી 5મી ઓગસ્ટે રામ મંદિરનું ભૂમીપૂજન કરવા જઈ રહ્યા છે. ત્યારે 1991 માં રામ મંદિર આંદોલન વેળાએ મોદી પોતાનો એક વાયદો પુરો કરવા જઈ રહ્યા છે.ત્યારે મોદીએ જણાવ્યું હતું કે જે દિવસે રામ મંદિરનું નિર્માણ શરૂ થશે ત્યારે હું અહી પાછો આવીશ.

ખરેખર તો વાત એમ છે કે આજથી 29 વર્ષ પહેલા 1991 માં રામ મંદિર આંદોલન દરમ્યાન અયોધ્યામાં આવ્યા હતા ત્યારે રામ જન્મ ભૂમિ પાસે ફોટો સ્ટુડીયો ધરાવતા તસ્વીરકાર મહેન્દ્ર ત્રિપાઠીએ મોદીની ભાજપના વરિષ્ઠ નેતા સાથેની તસ્વીર સોશ્યલ મિડિયામાં વાઈરલ થઈ રહી છે.

આ તસ્વીરકાર ત્રિપાઠીએ દાવો કર્યો છેકે આ તસ્વીર મેં ખેંચી હતી તે દરમ્યાન મોદી સાથે વાતચીત થઈ હતી. ત્રિપાઠી એ દિવસો યાદ કરતા જણાવે છે કે મોદી ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશી સાથે એપ્રિલ 1991 માં અયોધ્યા આવ્યા હતા અને સ્થાનિક પત્રકારોએ મોદીને પૂછયુ કે તેઓ હવે ફરી કયારે અહી પાછા ફરશે? ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે જે દિવસે રામ મંદિરનું નિર્માણ થશે ત્યારે પાછો આવીશ. આ સંયોગ છે કે સુપ્રિમ કોર્ટે રામ મંદિર નિર્માણનો રસ્તો સાફ કરી દીધો છે. જેથી 5 ઓગસ્ટે મોદી ભુમી પૂજનમાં સામેલ થવા જઈ રહ્યા છે.

અલબત, ભૂમીપૂજનમાં પોતાને આમંત્રીત ન કરવા પર ફોટોગ્રાફર ત્રિપાઠી નારાજ છે તે કહે છેકે 1989 થી વિ.હી.પ માટે ફોટોગ્રાફી કરે છે.તેમની તસ્વીરોની અયોધ્યા ફેસલામાં મોટી ભૂમિકા છે તેમ છતાં તેમને ભૂમીપૂજન માટે આમંત્રણ નથી મળ્યું.

ભૂમિપૂજન કાર્યક્રમમાં રામ મંદિર આંદોલનના શહીદોનાં પરિવારને આમંત્રણ
મુખ્ય કાર્યક્રમમાં પ્રમુખ સંતોની સાથે વિભિન્ન ધર્મોનાં ધર્માચાર્ય, મંદિર આંદોલન સાથે જોડાયેલા લોકો, કેટલાંક સ્થાનિક પ્રમુખ લોકો અને 1990 અને 1992 માં મંદિર આંદોલનમાં શહીદ થયેલા લોકોનાં પરિવારોને પણ આમંત્રણ અપાયું છે. કાર્યક્રમ દરમ્યાન બે પંડાલ બનાવાયા છે જેમાં 600 લોકોને બેસવાની વ્યવસ્થા કરાઈ છે પંડાલોમાં ખુરશીઓ સોશ્યલ ડિસ્ટેન્સીંગને ધ્યાનમાં રાખવામાં આવશે.

51 નદીઓના જલ, પવિત્ર તીર્થોની માટી ભૂમિપૂજન માટે મોકલાઈ
રામજન્મ ભૂમિમાં વિરાજમાન રામલલ્લાના મંદિરનાં નિર્માણને લઈને ભૂમીપુજન માટે ટપાલ સેવાનાં માધ્યમથી વિભિન્ન પ્રાંતોની નદીઓમાંથી જલ અને પવિત્ર તીર્થોની માટે મોકલવામાં આવી રહી છે. રામ જન્મભૂમી તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનાં સંગઠન મંત્રી રત્નેશે જણાવ્યું હતું કે આઠ પ્રાંતોમાંથી માટી અને જલ મોકલવામાં આવ્યા હતા. આ પ્રાંતોમાં મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, આસામ, કર્ણાટક વગેરે સામેલ છે. આ પ્રાંતોમાંથી નદીઓ અને પવિત્ર તિર્થોની માટી પહોંચી ગઈ છે.

વિશ્વ મહાકોશનો પ્રથમ ખંડ અયોધ્યા પર: મોદી કવર પેજનું લોકાર્પણ કરશે
ઉતર પ્રદેશનાં સંસ્કૃતિ વિભાગ તરફથી અયોધ્યા શોધ સંસ્થાન દ્વારા તૈયાર કરવામાં આવેલ રામાયણ વિશ્વ મહાકોશનો પ્રથમ ખંડ અયોધ્યા કેન્દ્રીત રહેશે.મોદી તેના કવર પેજનું 5 ઓગસ્ટના રોજ ભૂમીપુજનના અવસરે લોકાર્પણ કરશે.

ઉજજૈનથી મહાકાલની ભસ્મ અયોધ્યા મોકલાઈ
અયોધ્યામાં પાંચમી ઓગસ્ટે યોજાનાર રામ મંદિર ભૂમિપૂજન માટે ઉજજૈન સ્થિત મહાકાલ મંદિરની માટી અને ભસ્મની સાથે ક્ષિપ્રા નદીનું પવિત્ર જઈ પણ મોકલાયુ છે. વિ.હિ.પ.નાં પ્રાંતીય સંગઠન મંત્રી નંદદાસે જણાવ્યું હતું કે મહાકાલની વિશેષ ભસ્મને મહાકાલ મંદિર પરિષદનાં મહંત વિનિતગિરીનાં પૂજન અર્ચન બાદ અયોધ્યા મોકલાઈ હતી. આ સંત કબીરનાં પ્રાગટય સ્થળ લહર તારાની માટી પણ રામ મંદિરનાં પાયાનો ભાગ બનશે. આ માટી તામ્રપાત્રમાં પંચ પત્રોનાં આસન પર રાખીને અયોધ્યા મોકલાઈ હતી.

રામમંદિર ભૂમિપૂજનમાં 200 નહી 600 લોકો હાજર રહેશે
તા.5 ઓગષ્ટના રોજ રામમંદિરનું જે ભવ્ય ભૂમિપૂજન થવાનું છે તે કાર્યક્રમ ત્રણ કલાકનો રહેશે. વડાપ્રધાન અસ્થાયી મંદિરના દર્શન કરશે પછી હનુમાનગઢી મંદિરે જશે અને પછી આયોજન સ્થળે જશે. જે રીતે દેશભરમાંથી આ ભૂમિપૂજનમાં હાજર રહેવા માટે વધુ નામો આવી રહ્યા છે તેના કારણે હવે 200 નહી 600 લોકો માટે સમગ્ર કાર્યક્રમ છે અને બે અલગ અલગ વિશાળ પેંડાલ તૈયાર કરવામાં આવશે અને તે મુજબ તમામ વ્યવસ્થાઓ પણ કરાશે.Related News

Loading...
Advertisement