ગોધરા કરૂણાંતિકામાં શહીદ થયેલા કારસેવકોનાં પરિવારને ભૂમિપૂજનમાં આમંત્રણ ન મળતા કચવાટ

30 July 2020 12:37 PM
Dharmik Gujarat India
  • ગોધરા કરૂણાંતિકામાં શહીદ થયેલા કારસેવકોનાં પરિવારને ભૂમિપૂજનમાં આમંત્રણ ન મળતા કચવાટ

મહામારીને ધ્યાનમાં રાખીને શહીદોનાં પરિવારને આમંત્રણ નથી અપાયું, તેઓ ટીવી પર ભૂમિપૂજન નિહાળે: વિ.હિ.પ.નેતા તિવારી

અમદાવાદ તા.30
ગોધરા કરૂણાંતિકામાં શહીદ થનાર કાર સેવકોનાં પરિવારને રામ જન્મ ભુમિ શિલાન્યાસ સમારોહમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ મળ્યુ નથી. કેટલાંક ભુમીપૂજનમાં ભાગ લેવા જવા માંગતા નથી. આ અંગેની વિગત એવી છે કે 27 ફેબ્રુઆરી 2002 માં અયોધ્યાથી પાછા ફરેલા 59 જેટલા કારસેવકો સહિતના લોકો ગોધરા રેલવે સ્ટેશને સાબરમતી એકસપ્રેસ એસ-6 કોચમાં દંગા દરમ્યાન જીવતા સળગી ગયા હતા.

રામ મંદિરનાંઆ કાર સેવકોનાં પરિવારને કે સગા સબંધીઓને રામ જન્મ ભૂમી સ્થળે રામ મંદિરનાં ભૂમિપૂજન સમારોહમાં હાજર રહેવા આમંત્રણ મળ્યુ નથી. આ બારામાં કેટલાંક સગા-સબંધીનું કહેવુ છે કે બલિદાન આપનાર કારસેવકોનાં પરિવારોને આયોજકોએ આમંત્રણ આપવુ જોઈતુ હતું. આ બારામાં વિ.હી.પ.નાં અગ્રણીનું કહેવુ છેકે કોઈપણ કારસેવકનાં પરિવારને આમંત્રણ નથી અપાયુ.

હાલ મહામારીના કારણે માત્ર મહત્વની વ્યકિતઓને જ આમંત્રણ અપાયું છે.વીએચપી અમદાવાદનાં જોઈન્ટ સેક્રેટરી જગદીશ તિવારીએ જણાવ્યું હતું કે દરેક શહીદોનાં પરિવારને અમારી અપીલ છે કે તેઓ રામ મંદિરનાં ભૂમી પુજનની ઐતિહાસીક ક્ષણો ટીવી પરથી નિહાળે.


Related News

Loading...
Advertisement