રિયા ચક્રવર્તીથી પરેશાન હતાં સુશાંતસિંહ રાજપૂત, સંબંધોને સમાપ્ત કરવા માંગતા હતા: અંકિતા લોખંડેએ બિહાર પોલીસને જણાવ્યું

30 July 2020 11:11 AM
Entertainment India
  • રિયા ચક્રવર્તીથી પરેશાન હતાં સુશાંતસિંહ રાજપૂત, સંબંધોને સમાપ્ત કરવા માંગતા હતા: અંકિતા લોખંડેએ બિહાર પોલીસને જણાવ્યું

મુંબઈ : સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા કેસમાં અભિનેત્રી રિયા ચક્રવર્તી અને અન્ય લોકો સામે દાખલ કેસની તપાસ માટે બિહાર પોલીસે તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે સુશાંતના પિતા 74 વર્ષિય કૃષ્ણ કુમારસિંહે મંગળવારે રિયા અને છ અન્ય સામે પટનામાં ફરિયાદ નોંધાવી હતી. આવી સ્થિતિમાં અભિનેતાની ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી અંકિતા લોખંડેની બિહાર પોલીસે પૂછપરછ કરી હતી. આ દરમિયાન તેણે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.

અહેવાલ મુજબ અંકિતાએ પોલીસને જણાવ્યું હતું કે સુશાંત રિયાના કારણે ખૂબ જ અસ્વસ્થ રહેતો હતો. અંકિતાએ ખુલાસો કર્યો હતો કે સુશાંત અને તેઓની 2019 માં ફિલ્મ ‘મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી'ના રિલીઝ દરમિયાન વાતચીત થઈ હતી.

ત્યારબાદ સુશાંતે તેને રિયા સાથેના તેના સંબંધ વિશે ખુલ્લેઆમ જણાવ્યું હતું. અંકિતાએ પોલીસને જણાવ્યું હતું કે, સુશાંતે તેની પહેલી ફિલ્મની શુભેચ્છા પાઠવી હતી અને વાતચીત દરમિયાન તે ખૂબ ભાવુક થઈ ગયો હતો.

તેણે અંકિતાને કહ્યું કે તે આ સંબંધથી ખૂબ જ દુ:ખી છે અને રિયા તેને હેરાન કરે છે જેથી તે આ સંબંધ સમાપ્ત કરવા માગે છે. અંકિતા દ્વારા સુશાંત અને તેની વચ્ચેની વાતચીત બિહાર પોલીસ સાથે શેર કરવામાં આવી છે.

એટલું જ નહીં, અંકિતા લોખંડે સાથે સુશાંતસિંહ રાજપૂતે રિયા ચક્રવર્તી વિશે ઘણી અન્ય વાતચીત પણ કરી હતી, જે અભિનેત્રીએ પોલીસ સાથે શેર કરી હતી. તમને જણાવી દઈએ કે, અંકિતા અને સુશાંતે એકબીજાને લગભગ છ વર્ષ સુધી ડેટ કર્યા હતા. બંનેના સંબંધો વર્ષ 2010 માં શરૂ થયા હતા અને 2016 માં સમાપ્ત થયા હતા.


Related News

Loading...
Advertisement