બાહુબલી ફિલ્મના નિર્માતા એસ.એસ. રાજામૌલિ અને તેના પરિવારજનોનો કરોના રિપોર્ટ પોઝીટીવ

30 July 2020 11:08 AM
Entertainment India
  • બાહુબલી ફિલ્મના નિર્માતા એસ.એસ. રાજામૌલિ અને તેના પરિવારજનોનો કરોના રિપોર્ટ પોઝીટીવ
  • બાહુબલી ફિલ્મના નિર્માતા એસ.એસ. રાજામૌલિ અને તેના પરિવારજનોનો કરોના રિપોર્ટ પોઝીટીવ

કોઈ લક્ષણો ન હોવાથી ઘરે જ સેલ્ફ ક્વોરન્ટાઈન થયા, સ્વસ્થ થતા જ પ્લાઝમા ડોનેટ કરવા ઈચ્છા દર્શાવી

હૈદરાબાદ:
બાહુબલીના ડિરેક્ટર એસ.એસ. રાજામૌલી અને તેના પરિવારના સભ્યો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. રાજામૌલીએ ટ્વિટર પર જણાવ્યું હતું કે થોડા દિવસો પહેલા તેમના પરિવારજનોને તાવ આવ્યો હતો. દવા લીધા પછી તાવ ઓછો થયો, પણ તેણે કોરોના ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું.

રાજામૌલીએ જણાવ્યું હતું કે ટેસ્ટનું પરિણામ પોઝિટિવ છે અને ડોકટરોની સલાહથી તે ઘરે પરિવાર સાથે સેલ્ફ ક્વોરન્ટાઈન થયા છે. ફિલ્મ નિર્માતાના જણાવ્યા અનુસાર, તેના પરિવારજનોમાં હજુ સુધી કોઈ લક્ષણો જોવા મળ્યા નથી. જોકે, તેઓ સરકારના તમામ નિયમો હેઠળ સાવચેતી રાખી રહ્યા છે.

રાજામૌલીએ જણાવ્યું કે, પરિવારના સભ્યો સંપૂર્ણ સ્વસ્થ થવાની રાહ જોઈ રહ્યા છે અને કોરોના વાયરસ સામે લડતા અન્ય લોકોને મદદ કરવા માટે પ્લાઝમાં દાનની ઈચ્છા દર્શાવી રહ્યા છે.


Related News

Loading...
Advertisement