Sushant Suicide Case : રિયા ચક્રવર્તીએ સુપ્રીમમાં કરી અરજી, મુંબઈ પોલીસ પાસે તપાસ કરાવવા માગ

30 July 2020 11:05 AM
Entertainment India
  • Sushant Suicide Case : રિયા ચક્રવર્તીએ સુપ્રીમમાં કરી અરજી, મુંબઈ પોલીસ પાસે તપાસ કરાવવા માગ

રિયાના વકીલ સતીશ મનેશિંદેએ માહિતી આપી : અરજીમાં તેઓએ પટણામાં નોંધાયેલા કેસની તપાસ મુંબઇ ટ્રાન્સફર કરવા કોર્ટ સમક્ષ રજૂઆત કરી

મુંબઈ:
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ ગત મહિને મુંબઇ સ્થિત તેમના ઘરે મળ્યો હતો. રવિવારે સુશાંતસિંહ રાજપૂતના પિતાએ પટણામાં રિયા ચક્રવર્તી વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી. અભિનેતાના પિતાએ તેની એફઆઈઆરમાં રિયા ચક્રવર્તી પર અનેક ગંભીર આક્ષેપો કર્યા છે. રિયા ચક્રવર્તીએ હવે એફઆઈઆર પછી પ્રથમ પ્રતિક્રિયા આપી છે. અભિનેત્રીના વકીલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. તેમની અરજીમાં તેઓએ પટણામાં નોંધાયેલા કેસની તપાસ મુંબઇ ટ્રાન્સફર કરવાની માંગ કરી છે.

રિયા ચક્રવર્તીના વકીલ સતિષ માનશીંદેએ જણાવ્યું હતું કે, રિયા ચક્રવર્તીએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે, જેમાં તેણે સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાની તપાસ મુંબઈ પોલીસને ટ્રાન્સફર કરવાનું જણાવ્યું છે.

સુશાંત સિંહ રાજપૂતના પિતાએ તેની એફઆઈઆરમાં રિયા ચક્રવર્તી અને તેના પરિવાર પર ઘણા ગંભીર આક્ષેપો કર્યા છે. તેણે કહ્યું છે કે, રિયાએ એક ષડયંત્ર હેઠળ સુશાંત સિંહ રાજપૂતને માનસિક દવાઓ આપવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં, તેણે આ દવાનો ઓવરડોઝ આપવાનું શરૂ કર્યું. જેના કારણે સુશાંતસિંહ રાજપૂત માનસિક રીતે પરેશાન થવા લાગ્યો હતો. અહીં ઉલ્લેખનીય રિયા ચક્રવર્તી સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ હતી.

સુશાંતના પિતાએ આરોપ લગાવતા કહ્યું હતું કે, " રિયા ચક્રવર્તીએ મારા પુત્રને કહ્યું હતું કે સુશાંત તમે જે ફ્લેટમાં રહો છો ત્યાં ભૂત છે." તેણીએ આ ફ્લેટને છોડાવી એરપોર્ટ નજીક નવા ફ્લેટમાં રહેવા લઈ ગઈ હતી. ષડયંત્ર હેઠળ સુશાંતને માનસિક બીમારી માટેની દવા આપવામાં આવી હતી. ઓવરડોઝથી સુશાંત સિંહ રાજપૂત એક રીતે પાગલ થઈ ગયો હતો. રિયા મારા દીકરાને કાબૂમાં રાખતી હતી. તેણે પોતાનો ફોન પણ પોતાની પાસે રાખ્યો હતો. અમારા પરિવારજનો સુશાંતને ફોન કરતા ત્યારે રિયાના પરિવારના સભ્યો ફોન રિસીવ કરતા હતા.

એફઆઈઆરમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, 'રિયા ચક્રવર્તીનું ષડયંત્ર ફિલ્મ જગતમાં ઊંચાઈ મેળવવાનું હતું. તેથી જ્યારે પણ સુશાંત સિંહ રાજપૂતને ફિલ્મોની ઓફર મળતી ત્યારે તે જાતે જ ફોન પર વાત કરતી. તે દિગ્દર્શકોને કહેતી હતી કે મારે ફિલ્મની મુખ્ય અભિનેત્રીની ભૂમિકા જોઈએ છે, તો જ સુશાંત ફિલ્મ સાઇન કરશે.

આ રીતે બ્લેકમેઇલ કરતી હતી અને સુશાંત થકી ફિલ્મી કરિયરમાં આગળ વધવા માંગતી હતી. પરંતુ સુશાંતની હાલત એવી હતી કે તે કાંઈ કરી શકી નહીં. કારણ કે રિયા ચક્રવર્તી સુશાંતને કહેતી હતી કે જો તું આમ કરવા ના પાડીશ તો હું તારા મેડિકલ રિપોર્ટને વાયરલ કરી નાખીશ. જેથી લોકો તને પાગલ સમજશે.

"રિયાની જેમ અહીં અનેક લોકો બ્લેકમેલ કરે છે" : નવાઝુદ્દીન સિદ્દીકીના ભાઈનું ટ્વિટ ભારે વાઈરલ થયું

અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીના ભાઈ નવાબ સિદ્દીકીએ પોતાના ટ્વિટમાં લખ્યું કે, 'અહીં રિયા ચક્રવર્તી જેવા ઘણા લોકો છે જે લોકોની મહેનત અને ઈજ્જતને નિર્દય રીતે ખતમ કરવા માંગે છે. પૈસા અને બધું જ પડાવી લેવા માંગે છે. પછી તે બ્લેકમેલ દ્વારા હોય કે મીડિયા અથવા ટ્વિટર દ્વારા.' સિદ્દીકીનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.


Related News

Loading...
Advertisement