આઈસીસી વનડે રેન્કીંગમાં વિરાટ, રોહીત ટોચના સ્થાને યથાવત: બોલિંગમાં બુમરાહ બીજે

29 July 2020 05:07 PM
Sports
  • આઈસીસી વનડે રેન્કીંગમાં વિરાટ, રોહીત ટોચના સ્થાને યથાવત: બોલિંગમાં બુમરાહ બીજે

ઓલરાઉન્ડર કેટેગરીમાં ટોપ-10માં રવીન્દ્ર જાડેજા એકમાત્ર ભારતીય

નવી દિલ્હી તા.29
આઈસીસી વનડે રેન્કીંગમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને તેનો નાયબ રોહિત શર્મા હજુ પણ પ્રથમ ટોચના બન્ને ક્રમે રહ્યા છે, જયારે બોલરોની યાદીમાં જસપ્રીત બુમરાહ બીજા નંબરે છે. 871 રેટીંગ પોઈન્ટ સાથે કોહલી ટોચ પર છે. જયારે 855 પોઈન્ટ સાથે રોહીત બીજા અને 829 પોઈન્ટ સાથે પાકિસ્તાનનો આઝમ ત્રીજા સ્થાને છે.

લેટેસ્ટ લિસ્ટમાં 719 પોઈન્ટ સાથે બુમરાહ ન્યુઝીલેન્ડના પેસર ટ્રેન્ટ બોલ્ટ (722)ની પાછળ છે. 701 પોઈન્ટ સાથે અફઘાનીસ્તાનનો મુજીબ ઉર રહેમાન ત્રીજા સ્થાને છે.
ટોપ 10 ઓલરાઉન્ડરમાં 8માં સ્થાન સાથે રવીન્દ્ર જાડેજા એકમાત્ર ભારતીય છે. આ કેટેગરીમાં અફઘાનીસ્તાનનો મોહમ્મદ નવી ટોચે છે. દરમિયાન આવતકાલથી આયર્લેન્ડ સામે ત્રણ મેચની હોમ સીરીઝ સાથે આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડકપ સુપરલીગને પ્રારંભ થઈ રહ્યો હોઈ, ઈંગ્લેન્ડના જેસન રોય અને જોની બેરસ્ટ્રો રેન્કીંગની દ્દષ્ટિએ કેન્દ્રમાં રહેશે.


Related News

Loading...
Advertisement