વડોદરા નજીક કર્ણાવતી એકસપ્રેસનું એન્જીન-ડબ્બા છુટ્ટા પડી ગયા : મોટી દુર્ઘટના અટકી

29 July 2020 03:10 PM
Vadodara Gujarat
  • વડોદરા નજીક કર્ણાવતી એકસપ્રેસનું એન્જીન-ડબ્બા છુટ્ટા પડી ગયા : મોટી દુર્ઘટના અટકી

મુસાફરોએ હોબાળો કરતા અધિકારીઓ દોડી આવ્યા : ડબ્બા જોડવાની કામગીરી શરૂ

અમદાવાદ તા. ર૯: અમદાવાદમાં આજે અમદાવાદથી મુંબઇ જતી ટ્રેનમાં ડબ્બા છુટા પડયાની ઘટના સામે આવી છે. માત્ર ર ડબ્બા એન્જિન સાથે આગળ ગયા હતા. મુસાફરોએ હોબાળો કરતા અધિકારીઓ દોડી આવ્યા હતા. કર્ણાવતી ટ્રેનનો ડબ્બો એન્જિથી છુટો પડી ગયો હતો.

અમદાવાદથી મુંબઇ જતી ટ્રેનના ડબ્બા છુટા પડી જતા લોકોમાં ગભરાહટ છવાય ગયો હતો. માત્ર ર ડબ્બા એન્જિન સાથે આગળ ગયા હતા. મુસાફરોએ હોબાળો કરતા અધિકારીઓ દોડી આવ્યા હતા. ટ્રેનની સ્પિડ ઓછી હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. એન્જિન સાથે ટ્રેનના ડબ્બા જોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.


Related News

Loading...
Advertisement