વેસ્ટઈન્ડીઝને પરાજીત કરી આખરી ટેસ્ટ અને શ્રેણી જીતતું ઈંગ્લેન્ડ: બ્રોડની 500 વિકેટ

29 July 2020 02:59 PM
India Sports World
  • વેસ્ટઈન્ડીઝને પરાજીત કરી આખરી ટેસ્ટ અને શ્રેણી જીતતું ઈંગ્લેન્ડ: બ્રોડની 500 વિકેટ

સ્ટુઅર્ટ બ્રોડ એ ટ્રોફી ઉંચકીને પસંદગીકારોને જવાબ આપ્યો: 399 રનના લક્ષ્યાંક સામે વિન્ડીઝ 129માં ખખડયું: ટેસ્ટ ચેમ્પીયનશીપમાં ઈંગ્લીશ ટીમ ત્રીજા સ્થાને આવી

મેનચેસ્ટર: વેસ્ટઈન્ડીઝ સામેની ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીમાં ગઈકાલે ત્રીજા અને અંતિમ ટેસ્ટમેચમાં પાંચમા દિવસે યજમાન ટીમે વેસ્ટઈન્ડીઝને 269 રનથી પરાજીત કરીને શ્રેણી જીતી વધુ એક વખત ટેસ્ટ ક્રિકેટમાં તેની સર્વોપરીતા સ્થાપવા આગેકદમ કર્યુ છે.

શ્રેણીમાં પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ બાકીના બન્ને ટેસ્ટ જીતીને શ્રેણી જીતવાનું ઈંગ્લેન્ડે છેક 1988 પછી શકય બનાવ્યું અને વિસડન ટ્રોફી તેના નામ કર કરી દીધી છે. કોરોના સંક્રમણ બાદ પ્રથમ વખત પ્રેક્ષકો વિનાના મેદાનમાં રમાયેલી પ્રથમ શ્રેણીમાં ગઈકાલે અંતિમ દિવસે વિન્ડીઝની ટીમ સામે 399 રનનો લક્ષ્યાંક હતો પણ ટીમ ફકત 129 રને જ સમેટાઈ ગઈ અને ઈંગ્લેન્ડને સરળતાથી વિજય મળ્યો હતો.

ઈંગ્લેન્ડની ટીમે જે પ્રથમ ટેસ્ટ ગુમાવ્યો તેમાં ટીમમાં નહી સમાવાયેલા ‘સ્ટુઅર્ટ’ બોર્ડએ આ મેચમાં 10 વિકેટ ઝડપી હતી અને અર્ધ સદી પણ ફટકારીને મેન ઓફ ધ મેચ બની ગયો હતો. પ્રથમ દાવમાં 6 રને બીજા દાવમાં 4 વિકેટ ઝડપી તેણે ટેસ્ટ કેરીયરમાં 140 ટેસ્ટ રમતા 501 વિકેટ ઝડપવાની સિદ્ધિ પણ તેના નામે કરી હતી અને તે આ રીતે 500થી વધુ વિકેટ ઝડનાર સાતમો બોલર બની ગયો હતો.

રસપ્રદ બાબત એ છે કે ઈંગ્લેન્ડના જ જેમ્સ એન્ડરસન તેના નામ 153 ટેસ્ટમાં 583 વિકેટ છે અનેતે પણ ટીમમાં સામેલ છે. તેણે 500મી વિકેટમાં વેસ્ટઈન્ડીઝના બ્રેટવેથને 2017માં પાંચમો શિકાર બનાવી આ સિદ્ધિ મેળવી હતી અને ગઈકાલે બ્રોડએ પણ પક્ષની 500મી વિકેટ બ્રેથવેટને શિકાર બનાવ્યો હતો. સ્ટુઅર્ટ બ્રોડ આ ઉપરાંત 500 કે તેથી વધુ વિકેટ ઝડપનાર ઈંગ્લેન્ડની બીજો બોલર બન્યો છે.

ઈંગ્લેન્ડ આ રીતે શ્રેણી જીતીને ટેસ્ટ ચેમ્પીયનશીપમાં ત્રીજુ સ્થાન હાંસલ કર્યુ છે અને તે 226 પોઈન્ટ પર છે. જયારે ભારત 360 પોઈન્ટ સાથે પ્રથમ નંબરે અને ઓસ્ટ્રેલિયા 293 પોઈન્ટ સાથે ત્રીજા નંબરે છે.


Related News

Loading...
Advertisement