ચાંદીને જાણે પાંખો ફૂટી: 4 મહિનામાં ભાવ ડબલ

28 July 2020 05:17 PM
Business India
  • ચાંદીને જાણે પાંખો ફૂટી: 4 મહિનામાં ભાવ ડબલ

દીવાળીએ 70000નો ભાવ દેખાશે: 2021ના અંતે સોનુ પહોંચશે 73000ની સપાટીએ

મુંબઈ તા.28
વર્ષો પછી ચાંદીમાં ચમક જોવા મળી રહી છે. છેલ્લા 4 મહિનામાં ચાંદીનો ભાવ બમણો થયો છે. આવનારા સમયમાં ચાંદીના ભાવ વધુ ઉછળે તેવી શકયતા છે. 18 માર્ચ 2020એ એમસીએકસ પર ચાંદીનો ભાવ 36180 હતો તે આજે વધીને 67,560 સુધી પહોંચ્યો છે. જાણકારોના મત મુજબ દીવાળી સુધી ચાંદી 75000 એ પહોંચી શકે છે.

કોરોના મહામારીના કારણે લોકો સુરક્ષિત રોકાણ તરફ વળી રહ્યા છે. એ ઉપરાંત ચીન-અમેરિકા વચ્ચે તંગદીલી બાદ લોકોનું રૂખ બુલિયન તરફ વધ્યું છે. કેડીયો કોમાડીટીઝના એમડી અજય કોઠિયાએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં ચાંદીની કિંમતોમાં તેજી જળવાય રહેશે. જિયો પોલીટીકલ ટેન્શનના કારણે આવનારા સમયમાં ચાંદીમાં ભાવવધારો જોવા મળશે.

એન્જલ કોમોડીટીના ડીપીની અનુજ ગુપ્તાએ જણાવ્યું હતું કે આગામી સમયમાં સોનાના ભાવમાં તેજી આવી શકે છે. અમેરિકા-ચીન વચ્ચે તણાવના કારણે ડોલર નબળો પડયો છે. એ ઉપરાંત યુએસ બોંડ યિલ્ડ નીચલી સપાટીએ અને આ કારણે બુલિયનની માંગમાં તેજી આવી છે.

ઈન્ટરનેશનલ માર્કેટમાં સોના-ચાંદી રેકોર્ડ સ્તરે ટ્રેડ કરી રહ્યા છે. બેંક ઓફ અમેરિકાના મત મુજબ 2021ના અંત સુધીમાં સોનાના ભાવ ઔંસના 3000 ડોલર સુધી પહોંચી શકે છે. તે આવું થાય તો 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ રૂા.73000 થઈ શકે છે.


Related News

Loading...
Advertisement