વલસાડ-નવસારી સવારથી મુશળધાર મેઘકૃપા: 4 થી 5 ઈંચ

28 July 2020 04:18 PM
Surat Gujarat
  • વલસાડ-નવસારી સવારથી મુશળધાર મેઘકૃપા: 4 થી 5 ઈંચ

રાજકોટ, તા. 28
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ગુજરાતનાં વલસાડ નવસારી-સુરત અને તાપી જીલ્લામાં આજે મેઘ મહેર થઈ હતી. અને આજે સવારે છ થી બપોરે બે વાગ્યા સુધીમાં 1 થી 6 ઈંચ વરસાદ નોંધાયો છે.

ખાસ કરીને વલસાડ શહેર અને જીલ્લામાં ધોધમાર 6 ઈંચ અને પારડીમાં 4 ઈંચ તથા નવસારીનાં ગણદેવી અને ચીખલીમાં પણ મુશળધાર 4 ઈંચ અને નવસારીનાં ખગ્રામમાં દોઢ, સુરતના મહુવામાં દોઢ, નવસારીનાં વાંસદામાં દોઢ તાપીનાં વડોદમાં 1, તથા નવસારીનાં જલાલપોરમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે.


Related News

Loading...
Advertisement