આઈપીએલમાં કોરોના પ્રોટોકોલ; સિકયોરીટી બબલ રચાશે

28 July 2020 11:51 AM
India Sports
  • આઈપીએલમાં કોરોના પ્રોટોકોલ; સિકયોરીટી બબલ રચાશે

શકય તેટલા ઓછા સભ્યો સાથે આઈપીએલ ટીમો જશે: ખેલાડીઓના ફેમીલી અંગે અનિશ્ચિતતા: હોટેલ કે રીસોર્ટ પુરા બુક થશે

નવી દિલ્હી:
આગામી સમયમાં રમાનારા ઈન્ડીયન પ્રિમીયર લીગ માટે ભારતીય ક્રિકેટ બોર્ડ કોરોના પ્રોટોકોલ માર્ગરેખા જાહેર કરી છે અને તેને સ્ટેન્ડીંગ ઓપરેટીંગ પ્રોસીજર ટાઈટલ સામે અમલમાં મુકવામાં આવશે. આઈપીએલ ગવર્નીંગ બોર્ડ આ ગાઈડલાઈન તમામ આઠ ફ્રેન્ચાઈઝીને મોકલી આપી છે. આગામી આઈપીએલ યુએઈમાં રમાવાના છે અને તેથી તે દેશમાં જે કોરોના પ્રોટોકોલ છે તે પણ ક્રિકેટ બોર્ડ ધ્યાનમાં લેવાના રહેશે.

ક્રિકેટ બોર્ડ આઈપીએલ સાથે સંકળાયેલા કોઈને પણ કોરોના સંક્રમણ લાગે તે રીતે બાયો સિકયોર સ્થિત બનાવવા માંગે છે. ક્રિકેટ બોર્ડ તેનો આ પ્લાન યુ.એ.ઈ.ને મોકલ્યા છે. બોર્ડની માર્ગરેખા મુજબ દરેક ટીમ ખેલાડી, સપોર્ટ, સ્ટાફ મેનેજમેન્ટ સ્ટાફ વિ.માં શકય તેટલા ઓછા લોકોને સમાવશે અને તેની આસપાસ સુરક્ષા બબલ બનાવશે જેથી સંક્રમણ ખેલાડી કે પછી કોઈ મેનેજમેન્ટ કોચીંગ સ્ટાફ સુધી પહોંચી શકે નહી. ક્રિકેટ બોર્ડ પણ તેની કોરોના બબલ વ્યવસ્થા ગોઠવશે જે એકંદર સમગ્ર આયોજનને લાગુ થશે અને તેમાં પછી કોઈ વધારાના વ્યક્તિ નો સમાવેશ થશે નહી.

બોર્ડ હાલ 51 દિવસની સ્પર્ધામાં 60 મેચનું આયોજન કર્યુ છે અને તેમાં બોર્ડ ફ્રેન્ચાઈઝી વચ્ચે આવકની વહેચણી અગાઉના ધોરણે જ રહેશે. ગેઈટ મની અંગે જો કે હાલ કોઈ ફોર્મ્યુલા નથી. કારણ કે તે યુએઈના સ્ટેડીયમ સંચાલકો સાથે નિર્ણય લઈને પછી નિશ્ચિત થશે પણ આ રકમ મામુલી ગણાય છે.

દરેક ફ્રેન્ચાઈઝીએ તેના ખેલાડી સપોર્ટ સ્ટાફના પ્રવાસની વ્યવસ્થા ખુદેજ કરવાની રહેશે. ક્રિકેટ બોર્ડ યુ.એ.ઈ. સરકાર સાથે સમજુતી કરી હોટેલ-ટ્રાન્સપોર્ટમાં ‘ડિસ્કાઉન્ટ’ મળી રહે તે જોવા નિર્ણય લીધો છે અને પછી તે સુવિધાનો ઉપયોગ કરવો કે કેમ તે ફ્રેન્ચાઈઝીએ નિશ્ચિત કરવાનું રહેશે.

દરેક ટીમ સામાન્ય રીતે પોતાના જ મેડીકલ સ્ટાફને સાથે રાખશે પણ આ માટે કોરોનાની સ્થિતિમાં બોર્ડ સાથે સંકલન જરૂરી રહેશે અને મેડીકલ ટીમ પણ સિકયોરીટી બબલમાં આવી જશે.

જો કે ખેલાડીઓના ફેમીલી જે આઈપીએલમાં સૌથી વધુ હાજરી અપાઈ તેના અંગે હવે ફ્રેન્ચાઈઝીની સાથે મળીને નિર્ણય લેવાશે. ઉપરાંત ખેલાડીઓના નાના સંતાનો પણ સાથે હશે તેથી તે ચિંતા રહેશે. યુએઈમાં હોટેલ-રીસોર્ટની અનેક સુવિધા છે પણ ત્યાં અન્ય પ્રવાસીઓ પણ હશે. ખેલાડી અને તેના સ્ટાફને સાવ અલગ રાખવા શકય પણ નથી.

ટીમના બસ, ડ્રાઈવર અને સપોર્ટ સ્ટાફ માટે યુ.એ.ઈ. ક્રિકેટ બોર્ડ સાથે સંકલન થશે.


Related News

Loading...
Advertisement