વડોદરાની જેલમાં કોરોનાનો મેગા બ્લાસ્ટ : વધુ 43 કેદીઓનો રિપોર્ટ પોઝીટીવ

28 July 2020 11:41 AM
Vadodara Gujarat
  • વડોદરાની જેલમાં કોરોનાનો મેગા બ્લાસ્ટ : વધુ 43 કેદીઓનો રિપોર્ટ પોઝીટીવ
  • વડોદરાની જેલમાં કોરોનાનો મેગા બ્લાસ્ટ : વધુ 43 કેદીઓનો રિપોર્ટ પોઝીટીવ

ગઈકાલે 18 કેદી કોરોનાગ્રસ્ત થયા બાદ આજે 140 કેદીના સેમ્પલ લેવાયા હતા : ભારે ફફડાટ :આરોગ્ય વિભાગ દોડતું થયું

વડોદરા:
વડોદરામાં કોરોના સંક્રમણ બમણી ગતિથી વધી રહ્યું છે ત્યારે જ વડોદરા સેન્ટ્રલ જેલના વધુ 43 કેદીઓના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા હાહાકાર મચી ગયો છે. ગઈ કાલે અહીં 18 કેદીનો કોવિડ રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

કાલે જેલના પાકા કામના 17 કેદી સહિત 18 કેદીઓ કોરોનાગ્રસ્ત થયાના અહેવાલો સામે આવ્યા હતા. તે સાથે જ આરોગ્ય વિભાગ દોડતું થયું હતું અને કેદીઓના સંપર્કમાં આવેલા અને તે બેરેકમાં રખાયેલા 140 કેદીના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવાયા હતા જેમાંથી 43 કેદી સંક્રમિત હોવાનું સામે આવ્યું છે.

એક સાથે આટલા કેસ સામે આવતા અન્ય કેદીઓ સહિત જેલ તંત્રના અધિકારો-કર્મચારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. જેલને સેનેટાઇઝ કરવા કામગીરી હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે, વડોદરામાં પહેલાથી જ કોરોનાનો કોહરામ છવાયેલો છે. ત્યારે જેલનું સંક્રમણ ચિંતા વધારે છે. હાલ તમામ કેદીઓને SSG હોસ્પિટલમાં દાખલ કરાયા છે.


Related News

Loading...
Advertisement