ધોરણ 9 અને 10ની એકમ કસોટીના પેપર લીક થયા

28 July 2020 11:38 AM
Education Gujarat
  • ધોરણ 9 અને 10ની એકમ કસોટીના પેપર લીક થયા

સોશિયલ મીડિયા પર વિજ્ઞાન, ગણિત, સામાજિક વિજ્ઞાનના પેપર વાઇરલ થયા : તંત્રમાં દોડધામ મચી

મહેસાણા
મહેસાણામાં ધોરણ 9 અને 10 ની એકમ કસોટીના પેપર સોશિયલ મીડિયા પર ફરતા થયા છે. વિજ્ઞાન ગણિત, સામાજિક વિજ્ઞાનના પેપર લીક થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. જેને લઈ તંત્રમાં દોડધામ મચી ગઇ છે.

મળતી વિગતો મુજબ આગામી 29 મી જુલાઈના રોજ એકમ કસોટી લેવાનાર છે તે પહેલાં જ આજે મહેસાણા પંથકમાં ધોરણ 9 નું વિજ્ઞાનનું પેપર તેમજ ધોરણ 10નું ગણિત તથા સામાજિક વિજ્ઞાનનું પેપર લીક થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે.

એકમ કસોટી માટે 29 જુલાઈ સુધીમાં પેપર પહોંચતા કરવાના હતા. અગાઉ પેપર ગુપ્ત રાખવા શાળા સંચાલકો, આચાર્યોને સૂચના અપાઈ હતી. જોકે તેમ છતાં પેપર લીક થતા હવે પરીક્ષા લેવાશે કે કેમ ? તે અંગે ચર્ચાઓ થવા લાગી છે.


Related News

Loading...
Advertisement