ઈંગ્લેન્ડમાં લાંબા અંતરાલ બાદ ક્રિકેટ સ્ટેડીયમમાં દર્શકોની વાપસી થઈ

27 July 2020 05:22 PM
India Sports World
  • ઈંગ્લેન્ડમાં લાંબા અંતરાલ બાદ ક્રિકેટ સ્ટેડીયમમાં દર્શકોની વાપસી થઈ

સરે અને મિડલ સેકસ વચ્ચે મૈત્રી મેચ રમાઈ: સ્ટેડીયમમાં સોશ્યલ ડીસ્ટન્સીંગ જળવાયું

લંડન તા.27
કોરોના વાયરસની મહામારી વચ્ચે ઈંગ્લેન્ડમાં પહેલી વાર રવિવારે ખેલ ટુર્નામેન્ટ દર્શકોની હાજરીમાં રમાઈ હતી. ધી ઓવેલમાં સરે અને મિડલસેકસ વચ્ચે મૈત્રી ક્રિકેટ મેચને દર્શકોએ પુરેપુરી એન્જોય કરી હતી.

અલબત, આ મેચમાં કોઈ આંતરરાષ્ટ્રીય મુકાબલો નહોતો તેમ છતાં તેની મજા માણવામાં કોઈ કમી નહોતી આવી. ઓકટોબરમાં સ્ટેડીયમોને વ્યાપક રૂપે ખોલવાની યોજના અંતર્ગત કોરોના રોકવા સુરક્ષાને લગતા પગલાનું પણ આ દરમિયાન પરીક્ષણ કરાયું હતું.

આ મેચ દરમિયાન સ્ટેડીયમમાં બે લાઈન વચ્ચે એક લાઈન ખાલી છોડવામાં આવી હતી. આ મૈત્રી મેચ જોવા હજાર દર્શક હાજર હતા. સૂચનોના સંકેત પણ લગાવાયા હતા. પરિવારના ગ્રુપ વચ્ચે બે સીટનું અંતર રાખવામાં આવેલ.

સરેના મુખ્ય કાર્યકારી રિચર્ડ ગોલ્ડે જણાવ્યું હતું કે હું આશા રાખું છું કે આ એક માત્ર મોકો નહીં બને.
મને લાગે છે કે આ એ બાબત પર નિર્ભર રહેશે કે પરીક્ષણ કેટલું સારું રહેશે, આશા રાખીએ છીએ કે જો પરિસ્થિતિ ઠીક રહેશે તો તેથી વાપસી ગતિ વધશે.


Related News

Loading...
Advertisement