કોરોનાને મહાત આપનાર વ્યક્તિને ઘેર આવકારનારા 21 સામે ગુનો નોંધાયો

27 July 2020 11:45 AM
Vadodara Gujarat
  • કોરોનાને મહાત આપનાર વ્યક્તિને ઘેર આવકારનારા 21 સામે ગુનો નોંધાયો

ફુલહાર કરનારાઓએ માસ્ક પહેર્યો હતો; પણ સામાજીક દૂરી ન જાળવ્યાનો આરોપ

વડોદરા તા.27
કોવિડ 19ની બીમારીથી લોકો ભયભીત છે; એથીય વધુ એને ફેલાતો રોકવા લોકડાઉન અને એમેડેમીક એકટના (દૂર) ઉપયોગથી લોકો નાની અમથી ચૂકથી દંડાય છે.

પોલીસ અને મ્યુનીસીપલ સતાવાળાઓ માંડ હાથમાં આવેલી સતાનો વ્યવહારુ બન્યા વગર ઉપયોગ કરી રહ્યાની નાના મોટા ગામો શહેરોમાંથી ફરિયાદો આવી રહી છે.

પંચમહાલમાં પણ કોરોનાથી સાજા થયેલા દર્દીને ઘેર આવકારવા ભેગા થયેલા 21 લોકો સામે પોલીસે ગુનો નોંધ્યો છે. ગોધરાના શેઠવાડી લતામાં રહેતો ફેમીલ શાહ કોરોનાને મહાત આપી ઘરે પરત આવ્યો હતો. તેને ફુલહાર કરી આવકારવા બે ડઝનથી વધુ લોકો ભેગા થયા હતા.

પોલીસે જણાવ્યું હતું કે, ભેગા થયેલા લોકોએ માસ્ક પહેર્યો હતા, પણ ચાર માણસોથી ભેગા થવા પર પ્રતિબંધ અને સામાજીક દૂરીના નિયમોનો ભંગ કર્યો હતો. મે માસમાં પણ આવા જ બનાવમાં વોહરાવાડમાં 11 આવાસો સામે કેસ નોંધવામાં આવ્યો હતો.


Related News

Loading...
Advertisement