મોદીએ રિઝર્વ બેંકને કઠપુતળી બનાવી દીધી: ઉર્જીત પટેલનો ધડાકો

25 July 2020 05:30 PM
India
  • મોદીએ રિઝર્વ બેંકને કઠપુતળી બનાવી દીધી: ઉર્જીત પટેલનો ધડાકો

પુર્વ ગવર્નરે પિયુષ ગોયલ સાથે પોતાને કેમ ખટક્યું તેનું રાઝ નવા પુસ્તકમાં ખોલ્યું : સરકારના ઈશારે રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા ધીરાણ મુશ્કેલી નોતરશે: આકરી ચેતવણી

મુંબઈ તા.25
રિઝર્વ બેંકના પુર્વ ગવર્નર ઉર્જીત પટેલે ખુલાસો કર્યો છે કે એ વખતના નાણાપ્રધાન પિયુષ ગોયલ સાથે તેમના મતભેદોની શરૂઆત ઈનસોલ્વન્સી દેવાળીયા મામલે સરકારે લીધેલા નિર્ણયોથી શરૂ થયા હતા. ઉર્જીત પટેલે તેમના નવા પુસ્તક ‘સેવિંધ ધ લેબર’ નામના પુસ્તકમાં આવા ઘણા રહસ્યસ્ફોટ કર્યા છે. તેમણે કોઈના નામ આવ્યા નથી, પણ 2018ના મધ્યભાગની તે જે વાતો કરી રહ્યા છે એ મે 2018થી ઓગષ્ટ 2018 વચ્ચે પિયુષ ગોયલ નાણા મંત્રાલયનો વધારાનો ભાર સંભાળતા હતા.

પટેલે જણાવ્યું હતું કે એ ગાળામાં સરકારે દેવાળીયાપણ મામલે નરમ નિર્ણયો લીધા હતા. મોટાભાગના કામો-નીતિઓ મામલે નાણાપ્રધાન વિચારોમાં સામ્ય ધરાવતા હતા. મે 2018માં તત્કાલીન નાણાપ્રધાન અરુણ જેયલી દેવાળીયા કાયદો ઘડવાના કામકાજ પર દેખરેખ રાખી રહ્યા હતા, પર બીમારીના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરાતા ગોયલને ચાર્જ સોંપવામાં આવ્યો હતો.

2018માં ગોયલે મીડિયા સાથેની વાતચીતમાં એ સકર્યુલર નરમ બનાવવાની વાત કરી જણાવ્યું હતું કે કોઈપણ લોનને 90 દિવસ બાદ એનપીએ કરી શકાય નહી.
ઉર્જીત પટેલ કાર્યકાળ પુર થવાના 8 મહીના પહેલાં રાજીનામુ આપ્યુ હતું. તેમના પુસ્તકમાં રિઝર્વ બેંક અને તેના મેનેજીંગ બોર્ડ અથવા નાણા મંત્રાલય સાથેના સંબંધો વિષે કોઈ વાત કહેવામાં આવી નથી. એવી જ રીતે, તેમના કાર્યકાળ દરમિયાન લાગુ કરાયેલા નોટબંધીના નિર્ણય વિશે પણ પડદા પાછળની કહાણી કહેવામાં નથી આવી.
પટેલના કાર્યકાળમાં લગભગ 10 લાખ કરાડની બેડ લોન રિકવર કરવામાં આવી હતી.

પુર્વ ગવર્નરે પુસ્તકમાં આરબીઆઈના સ્વામીત્વમાં સરકારની મુખ્ય ભૂમિકા અને નિર્દેશોના આધારે ધીરાણ આપવાને નાણાકીય ક્ષેત્રની મુશ્કેલીઓ તરીકે ગણાવવામાં આવ્યા છે. તેમણે સરકાર અને જાહેર ક્ષેત્રની બેંકો વચ્ચેનું અંતર ઓછું કરવા બાબતે પણ ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું હતું કે આ કારણે સરકારી ગણ વધી શકે છે. તેમણે રિઅલ એસ્ટેટ પ્રોજેકટોને ઉગારવા સરકાર દ્વારા લાવવામાં આવેલા એસબીઆઈ-એલઆઈસી ફંડ સામે પણ ચિંતા વ્યક્ત કરી જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર તરફફથી મુદ્રા ક્રેડીટ સ્કીમ લાવી દેવી એ પૈસા ટ્રાન્સફર કરવા બરાબર છે. ઉલ્લેખનીય છે કે એલઆઈસી દ્વારા આઈડીબીઆઈ બેંક ખરીદ કરવાની પણ તે વિરુદ્ધમાં હતા.


Related News

Loading...
Advertisement