વોટસએપનું અપકમિંગ ફિચર: એક સાથે 4 ફોનમાં કરી શકાશે એકસેસ

25 July 2020 03:26 PM
India Technology
  • વોટસએપનું અપકમિંગ ફિચર: એક સાથે 4 ફોનમાં કરી શકાશે એકસેસ

સૌ પ્રથમ આઈઓએસ માટે થશે લોંચ

નવી દિલ્હી તા.25
ઈન્સ્ટંટ મેસેજીંગ એપ વોટસએપ અવારનવાર નવા ફીચર રજુ કરી રહ્યું છે જેથી કરીને યુઝર્સ (ઉપયોગકર્તા)ને ચેટીંગનો શ્રેષ્ઠ અનુભવ મળી શકે. થોડા દિવસ અગાઉ જ એનિમેટેક સ્ટીકર્સ લોંચ કરવામાં આવ્યા હતા. તો બીજી બાજુ ચર્ચા છે કે કંપની જલ્દી જ એવુ ફીચર લાવવાની તૈયારીમાં છે કે જેની મદદથી વોટસએપનો એક કરતા વધારે સ્માર્ટફોનમાં ઉપયોગ કરી શકાશે. આ ફિચર વોટસએપ વેબથી ઘણુ અલગ હશે.

WABETAINFO દ્વારા આપવામાં આવેલા રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે વોટસએપ માટે ટ.2.20.196.8 બીટા વર્ઝન રોલ આઉટ કરવામાં આવશે.આ વર્ઝનમાં યુઝર્સ મલ્ટીપલ ડિવાઈસમાં એક સાથે વોટસએપ એકાઉન્ટ એકસેસ કરી શકશે. આ સાથે એક સ્ક્રીન શોટ પણ શેર કર્યો છે. જેમાં ‘લિંકડ ડિવાઈઝ’નો વિકલ્પ આપવામાં આવ્યો છે. જે અપકમીંગ ફીચર છે અને તેમાં યુઝર્સ એક જ નંબરને એક સાથે 4 ફોનમાં ઉપયોગ કરી શકશે.

આ ફીચરની ખાસ વાત એ છે કે આ માટે તમારે તમારા પ્રાઈમરી ડિવાઈસનાં અકાઉન્ટસમાંથી લોગ આઉટ કરવાની જરૂર નથી. રિપોર્ટ અનુસાર હાલમા કંપની આ ફિચરને આઈઓએસ પ્લેટફોર્મ માટે લોંચ કરવામાં આવશે.પરંતુ ટુંક સમયમાં જ એન્ડ્રોઈડ પ્લેટફોર્મ પર પણ લોંચ થશે.

સામાન્ય રીતે વોટસએપ પર મલ્ટીપલ ડિવાઈઝ માટે વોટસએપ વેબ ફીચર ઉપલબ્ધ છે. પરંતુ આ ફિચરનો ઉપયોગ યુઝર પોતાના સ્માર્ટફોનને ડેસ્કટોપ સાથે કનેકટ કરવા માટે કરતા હોય છે. જયારે અપકમીંગ ફિચરમાં તમને એક સાથે અનેક ડિવાઈસમાં ઉપયોગ કરવા માટે કયાંયથી લોગઆઉટ કરવાની જરૂર નહિં રહે.


Related News

Loading...
Advertisement