પ્રાથમિક શિક્ષકોને આર્થિક નુકસાન સહિતની સમસ્યાઓ ઉકેલાશે : શિક્ષણમંત્રીના નિવેદનને આવકાર

25 July 2020 10:43 AM
Botad
  • પ્રાથમિક શિક્ષકોને આર્થિક નુકસાન સહિતની સમસ્યાઓ ઉકેલાશે : શિક્ષણમંત્રીના નિવેદનને આવકાર

બોટાદ નગરપાલિકા, નગરપાલિકા, જીલ્લા પંચાયતના વિસ્તારના

બોટાદ તા. 25
શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગત તા. 17/7 ના રોજ આપેલ પ્રેસ નિવેદનને ગુજરાતના તમામ પ્રાથમિક શિક્ષકો જેમાં નગરપાલિકા, મહાનગરપાલિકા અને જિ.પં. વિસ્તારના પ્રાથમિક શિક્ષક સંવર્ગને આર્થિક નુકશાન નહી જાય અને ઝડપથી પ્રાથમિક શિક્ષકની સમસ્યાનું સમાધાન કરવામાં આવશે. જે નિર્ણયને નગરપાલિકા, મહાનગરપાલિકા અને જિ.પં. ના તમામ પ્રાથમિક સંવર્ગના શિક્ષકો હૃદયપૂર્વક આવકારે છે.

છેલ્લા ઘણા વર્ષોથી (પાંચમા પગારપંચથી) જ નગરપાલિકા અને મહાનગરપાલિકાના શિક્ષકોના પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણમાં શરૂ થયેલી પગાર વિસંગતતા ઉપર નામ હાઇકોર્ટમાં પણ ઘણા બધા કેસ થયેલા છે.સ તેમજ હાલમાં જિ.પ.ના શિક્ષકોને પણ એ જ પગાર વિસંગતતાનું ભોગ બનવુ પડયુ. જે તમામ બાબતો ઉપર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની રજુઆતો માન. શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબે ધ્યાન ઉપર લઇ ઉપર મુજબનો નિર્ણય લીધેલ છે. તે મામ બાબતોને ગુરૂવંદના કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-નગરપાલિકા બોટાદ હૃદયપૂર્વક આવકારે છે.


Loading...
Advertisement