વિધાર્થીઓને ઓનલાઇન એજયુકેશન માટે હાલના તબકકે વાલીઓને ફી આપવાની નથી

24 July 2020 10:40 AM
Botad
  • વિધાર્થીઓને ઓનલાઇન એજયુકેશન માટે હાલના તબકકે વાલીઓને ફી આપવાની નથી

બોટાદ જીલ્લા શાળા સંચાલક મંડળનું નિવેદન

બોટાદ તા. 24
બોટાદ જિલ્લા શાળા સંચાલક મંડળ તરફથી બોટાદ જિલ્લાની સ્વનિર્ભર (ખાનગી) શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓ તથા તેઓના વાલીઓ જોગ જણાવવાનું કે હાલમાં કોરોનાની મહામારીના કારણે બાળકોને અભ્યાસઅર્થે શાળાએ બોલાવી શકાય તેમ ન હોવાથી તમામ શાળાઓ તરફથી તથા સરકારશ્રી તરફથી બાળકો ઘરે બેઠા શ્રેષ્ઠ શિક્ષણ મેળવી શકે તેવા ઓનલાઇન શિક્ષણ આપવાના પ્રયત્નો કરવામાં આવી રહયા છે.ત્યારે તમામ વાલીઓ તથા વિધાર્થીઓને નમ્રપણે અપીલ કરવાની કે આ ઓનલાઇન શિક્ષણ એ હાલના તત્કાલીન સમયની તાતી જરૂરીયાત છે.

આ શિક્ષણ પધ્ધતિ હાલના તબકકે સૌએ સ્વિકારવાની છે સરકાર તરફથી ડી.ડી. ગીરનાર, ટી.વી. ચેનલ તથા કાર્યક્રમો અને દિક્ષા, શાળામિત્ર, ટોપસ્કોરર જેવી એપ્લીકેશન દ્વારા અને જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા પોતાની એપ્લીકેશન બનાવીને વિધાર્થીઓ સુધી શિક્ષણ પહોંચાડવાનો પ્રયત્ન થઇ રહયો છે. બાળકો આ શિક્ષણ પધ્ધતિથી શિક્ષણ મેળવે અને વાલીઓ તેમને સહકાર અને પ્રેરણા આપે. બીજી બાબત એ છે કે અમુક વાલીઓ એવુ માને છે કે આ ઓનલાઇન શિક્ષણ આપીને સંસ્થાઓ ઓનલાઇન શિક્ષણની અલગ ફી માંગશે.

તો તે બાબત બીલકુલ ખોટી છે. કોઇપણ સંસ્થા દ્વારા ઓનલાઇન શિક્ષણની અલગ ફી માંગવામાં આવેલ નથી કે લેવામાં આવશે નહી. વિધાર્થીઓની નિયમ મુજબની શિક્ષણ ફી ગુજરાત સરકાર તથા હાઇકોર્ટ જે નકકી કરે તે અને તે મુજબ લેવામાં આવશે.સ હાલના તબકકે ફીની કોઇ બાબત છે નહી બાબત માત્ર અને માત્ર ઓનલાઇન શિક્ષણ આપવાની અને મેળવવાની છે. તો આ જ્ઞાનયજ્ઞમાં સૌ સંમિલીત થાય અને દરેક વિધાર્થી તથા વાલી આ કાર્યમાં સહકાર આપે અને શાળાના સંપર્કમાં રહે તેવી ફરી ફરીને બોટાદ શહેર અને ગ્રામ્યના વિધાર્થીગણ અને વાલીગણને અપીલ કરાઇ છે.


Loading...
Advertisement