સ્પાઇસ જેટની રાજકોટ-મુંબઇની ફલાઇટ સપ્ટેમ્બર સુધી સ્થગિત : બુકિંગ બંધ

22 July 2020 04:47 PM
Rajkot Gujarat Travel
  • સ્પાઇસ જેટની રાજકોટ-મુંબઇની ફલાઇટ સપ્ટેમ્બર સુધી સ્થગિત : બુકિંગ બંધ

કોરોના સંક્રમણને અનુલક્ષીને કંપનીએ ફલાઇટ સેવા થંભાવી દીધી

રાજકોટ તા.22
ગત માર્ચ માસના મઘ્યાહન બાદ સમગ્ર દેશમાં કોરોના વાઇરસ ત્રાટકતા લોકડાઉન અમલી થતા બસ, ટ્રેન, હવાઇ સેવા ઠપ્પ થયા બાદ જૂન માસમાં અનલોક-1માં પરિવહન, બસ, ટ્રેન હવાઇ સેવા શરૂ થતા સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદરની હવાઇ સેવા શરૂ થતા હાલ રાજકોટ-મુંબઇ અને રાજકોટ-દિલ્હી હવાઇ સેવા શરૂ છે.

ત્યારે કોરોના વાઇરસના કેસોમાં સતત વધારોને ઘ્યાને લઇ સ્પાઇસ જેટ એર કંપનીએ આગામી સપ્ટેમ્બર માસ સુધી રાજકોટ-મુંબઇની હવાઇ સેવા સ્થગિત રાખવા નિર્ણય લીધો હોવાનું જાણવા મળેલ છે.

કોરોના મહામારીના પગલે રાજકોટ-મુંબઇ રૂટની સ્પાઇસ જેટની હવાઇ સેવા ખોરવાયા બાદ હાલ કોરોના વાઇરસના પોઝીટીવછ કેસોમાં થતા વધારાને ઘ્યાને ઇ ફરી આગામી સપ્ટેમ્બર માસ સુધી રાજકોટ-મુંબઇની હવાઇ સેવા સ્થગીત રાખવા સ્પાઇસ જેટ કંપનીએ નિર્ણય લીધો હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.


Related News

Loading...
Advertisement