કાલથી રવિવાર સુધી અમદાવાદથી દુબઈની ફલાઈટ ઉડશે

20 July 2020 03:39 PM
Ahmedabad Gujarat Travel
  • કાલથી રવિવાર સુધી અમદાવાદથી દુબઈની ફલાઈટ ઉડશે

અમદાવાદ તા.20
ગુજરાત અને દુબઈ સહિતના યુએઈ સાથેના મરજીયાત વિમાની વ્યવહાર તા.26 સુધી ચલાવવા નિર્ણય લેવાયો છે અને અમદાવાદથી દુબઈની ફલાઈટ દર બુધ થી રવિવાર સુધીમાં એટલે કે તા.26 જુલાઈ સુધી ઉડશે.

યુએઈની એમીરાત એરલાઈન દ્વારા અમદાવાદ-દુબઈની ફલાઈટ આ સમય દરમ્યાન બપોરે 4-25 કલાકે ઉડાડવાનો નિર્ણય કરાયો છે. એમીરાત દ્વારા અમદાવાદ ઉપરાંત હૈદ્રાબાદ, ચેન્નાઈ અને કલકતા સાથે પણ આ પ્રકારની ફલાઈટનુ આયોજન કર્યું છે.

દુબઈમાં કોરોના વાયરસ બાદ પ્રથમ વખત વ્યાપાર અને ટુરીઝમ બંને ખોલી નાખવામા આવ્યા છે પરંતુ આ ફલાઈટમાં જવા માટે ચોકકસ મેડીકલ ક્રાઈટેરીયા નિશ્ચિત કરાયા છે તેનુ પાલન કરવાનુ રહેશે.


Related News

Loading...
Advertisement