મોંઘવારીને વેગ: ટ્રાન્સપોર્ટ ભાડા 20% જેટલા વધશે

20 July 2020 11:12 AM
India Travel
  • મોંઘવારીને વેગ: ટ્રાન્સપોર્ટ ભાડા 20% જેટલા વધશે

ક્રુડ તેલ હજુ કાબુમાં પણ ભારતમાં ઈંધણ સતત મોંઘુ બની રહ્યું છે : ડિઝલના ભાવ રૂા.80 નજીક પહોંચી જતા પરિવહન ખર્ચ વધશે: શાકભાજી-દુધ આવશ્યક ચીજો સહિતનાં ભાડામાં વધારાની અસર પડશે

નવી દિલ્હી તા.20
દેશમાં કોરોના વાયરસ તથા લોકડાઉનના કારણે જે સ્થગિતતાં આવી હતી તેમાંથી દેશના અન્ય ઉદ્યોગો સાથે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પણ તબકકાવાર દોડતો થઈ ગયો છે.ત્યાં જ અનલોકની સાથે સરકારે જે રીતે પેટ્રોલની સાથે ભાડામાં નોંધાતા હવે ટ્રાન્સપોર્ટ ભાડામાં આગામી દિવસોમાં 20%નો વધારો કરવાની તૈયારી કરવામાં આવી ,છે જેના કારણે શાકભાજી-દુધ તથા અનાજ સહિતની કોમોડીટીનાં ટ્રાન્સપોર્ટેશન સહિતની કોમોડીટીનાં ટ્રાન્સપોર્ટેશન વધતા આ ચીજોમાં ભાવ વધારો પણ તોળાઈ રહ્યો છે.

હાલમાં જ છુટક ફૂગાવો 6% ઉપર નોંધાયો છે અને ઈંધણ મોંઘુ બને તો તેનાથી એકંદરે કાચામાલથી લઈને તૈયાર ઉત્પાદનો સુધીમાં આ ભાડા વધારો અસર કરશે. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગનાં સુત્રોના જણાવ્યા મુજબ લગભગ 3 માસ સુધી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ આવશ્યક ચીજોનાં વાહનમાં 20 ટકા જ સક્રિય હતો અને લોકડાઉનના અંત પછી ઉદ્યોગો-વ્યાપાર ફરી શરૂ થતાં જે ગતિ અપાય છે તેમાં ડીઝલના ભાવથી નવુ સંકટ છે. સરકારે ચાઈનીઝ ટાયર્સની આયાત પર જે બ્રેક મારી છે તેનાથી આ ભાવ વધ્યા છે.મજુરોની અછતથી પણ જે ઉપલબ્ધ છે તેને વધુ મંજુરી આપવી પડે છે.

ડીઝલના ભાવ વધારવા પાછળ સરકારનો તર્ક સ્પષ્ટ નથી. આંતર રાષ્ટ્રીય બજારમાં ક્રુડ તેલ મોંઘુ નથી છતાં પેટ્રોલીયમ પેદાશોનાં ભાવ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ માટે મહત્વના ડીઝલના ભાવમાં પણ રોજબરોજનાં વધારાથી ઈંધણનો ભાવ તેનો સૌથી વધુ ઉંચી સપાટીએ રૂા.80 ની નજીક વધ્યા છે તેથી ભાડા વધારા સિવાય કોઈ વિકલ્પ નથી.


Related News

Loading...
Advertisement