હવાઈ પ્રવાસમાં કોરોનાની ચિંતા! ઈન્ડીગો ઓફર કરે છે ‘ડબલ-સીટ’ બુકીંગ

17 July 2020 05:55 PM
India Travel
  • હવાઈ પ્રવાસમાં કોરોનાની ચિંતા! ઈન્ડીગો ઓફર કરે છે ‘ડબલ-સીટ’ બુકીંગ

મુસાફર 25% વધારાના ચૂકવીને બાજુની સીટ બુક કરાવી ‘સોશ્યલ ડિસ્ટન્સ’ જાળવી શકશે

નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણ વચ્ચે વિદ્યાર્થી સેવાનો પ્રારંભ થયો છે અને લાંબા વિવાદ બાદ વિમાનમાં વચ્ચેની સીટ પર પણ મુસાફરોને બેસાડવાની છૂટ અપાઈ છે તે વચ્ચે એરલાઈન ઈન્ડીગોએ એક મહીનામાં કોઈ મુસાફરને કોરોના સંક્રમણની ચિંતા હોય તેઓને ડબલ સીટ બુક કરાવવાની પણ સુવિધાઓ કરે છે અને તેની બાજુની સીટ ખાલી રહેશે.

આ માટે મુસાફરે ઓરીજનલ બુકીંગ રકમ (જે તેની મુસાફરી કિંમત હોય) તેના 25% વધારે રકમ ચૂકવવાની રહેશે. ઈન્ડીગોએ ઈ-ડબલ સીટ ઓફર તરીકે જાહેર કરી છે. જો કે તે શરતી છે.

ઈન્ડીગોની વેબસાઈટ પર ડબલ સીટ ઓપરમાં જઈને બુકીંગ કરાવવાનું રહે છે. આ ઓફર કોઈ ટ્રાવેલ પોર્ટલ કે કોલ સેન્ટરનો એરપોર્ટ કાઉન્ટર પર ઉપલબ્ધ નથી. ફકત કંપનીની વેબસાઈટ પર જ તેનું બુકીંગ થઈ શકશે અને તે ફલાઈટના 24 કલાક પૂર્વ સુધી બુક કરાવી શકાશે. ગ્રુપ બુકીંગમાં આ સુવિધા મળશે નહી.

ઉપરાંત આ સીટ કોઈ અન્યને ટ્રાન્સફર થઈ શકશે નહી કે તે રોકડી કરી શકાશે નહી. ડબલ સીટ ખરીદીમાં સીટ સીલેકશન જે એરલાઈન વધારે કીમી લઈને પસંદગીની સીટ માટે આપે છે તે ફરજીયાત છે અને મુસાફર પોતાની બાજુની સીટ જ ડબલ સીટમાં પસંદ કરી શકશે. આ સીટ માટે તેણે ઓરીજનલ બુકીંગ કિંમતના 25% વધારે દેવા પડશે. તા.24 જુલાઈથી આ યોજનાનો અમલ શરુ થશે.


Related News

Loading...
Advertisement