નવું સંશોધન! માસ્ક ન પહેરનારા લોકોની બૌદ્ધિક ક્ષમતા ઓછી!

15 July 2020 11:27 AM
India
  • નવું સંશોધન! માસ્ક ન પહેરનારા લોકોની બૌદ્ધિક ક્ષમતા ઓછી!

કોરોના સામે જાગૃતિ અભિયાનો એવા હોવા જોઈએ જે ઓછી બૌદ્ધિક ક્ષમતાવાળાને પણ સમજાય: સંશોધકો

કેલિફોર્નિયા તા.15
કોરોના વાયરસનો પ્રસાર રોકવા માટે માસ્કનો ઉપયોગ અને સામાજીક દૂરીનું પાલન ન કરનારાઓની બૌદ્ધિક ક્ષમતા ઓછી હોય છે તેવો ચોંકાવનારો ખુલાસો યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના તાજેતરના એક સંશોધનમાં થયો છે.

સંશોધકોએ સંશોધનમાં જાણ્યું કે કોઈ વ્યક્તિ માસ્ક પહેરવા અને સામાજીક દૂરીનું પાલન કરવાનો નિર્ણય કેવી રીતે લે છે તે તેમની કામકાજી યાદદાસ્તમાં સંગ્રહીત જાણકારી પર નિર્ભર રહે છે. મગજનો આ ભાગ એક શખ્સની બૌદ્ધિક ક્ષમતા દર્શાવે છે.

સંશોધક વાઈવાઈ જેંગે જણાવ્યું હતું કે નીતિ નિર્માતાઓ અને મીડીયાએ સામાન્ય બૌદ્ધિક ક્ષમતાના આધારે નિર્દેશોમાં પાલનને પ્રોત્સાહન આપવું જોઈએ. આ બાબતે જાગૃતિ અભિયાન એવા હોવા જોઈએ કે ઓછી બૌદ્ધિક ક્ષમતાવાળાઓને પણ સમજમાં આવે.


Related News

Loading...
Advertisement